શોધખોળ કરો

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

4 સપ્ટેમ્બરથી Google Pay, PhonePe અને Paytm પર લાગુ થશે નિયમ; યુઝર્સની પ્રાઈવસી અને મહિલાઓની સુરક્ષા માટે લેવાયો નિર્ણય, યુઝરનેમવાળું UPI ID બનાવવાનો પણ મળશે વિકલ્પ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • NPCI એ UPI પેમેન્ટમાં મોબાઈલ નંબર છુપાવવાનો નિયમ બનાવ્યો.
  • યુઝર ગોપનીયતા માટે 4 સપ્ટેમ્બર સુધીમાં સિસ્ટમ અપડેટ થશે.
  • મોબાઈલ નંબરની જગ્યાએ યુઝરનેમથી UPI ID બનાવવાનો વિકલ્પ મળશે.

NPCI new UPI guidelines: જો તમે પણ રોજબરોજના વ્યવહારો માટે Google Pay, PhonePe કે Paytm જેવી UPI એપ્સનો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક ખૂબ જ રાહતના સમાચાર છે. હવે ડિજિટલ પેમેન્ટ કરતી વખતે તમારી ગોપનીયતા વધુ સુરક્ષિત રહેશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ તમામ UPI એપ્સ અને બેંકો માટે એક નવો પરિપત્ર જારી કર્યો છે. આ નવા નિયમ મુજબ, હવે કોઈને પણ પેમેન્ટ કરતી વખતે તમારો આખો મોબાઈલ નંબર સામેવાળી વ્યક્તિના ફોનમાં પ્રદર્શિત થશે નહીં. યુઝર્સના ડેટા અને પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયનો ફરજિયાત અમલ કરવા માટે એજન્સીએ 4 સપ્ટેમ્બર સુધીની ડેડલાઈન આપી છે. આ સાથે જ, હવે UPI ID બનાવતી વખતે મોબાઈલ નંબરની જગ્યાએ 'યુઝરનેમ' પસંદ કરવાનો નવો વિકલ્પ પણ આપવામાં આવશે.

વિગતવાર વાત કરીએ તો, NPCI નો આ નવો આદેશ 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન' (DPDP) કાયદા હેઠળ બહાર પાડવામાં આવ્યો છે. અત્યાર સુધી એવું થતું હતું કે તમે કોઈ દુકાને કે વ્યક્તિને ઓનલાઈન પેમેન્ટ કરો, એટલે તમારો મોબાઈલ નંબર તેમની એપમાં સેવ થઈ જતો હતો. પરંતુ હવે NPCI એ Google Pay, PhonePe, Paytm અને તેમની તમામ ભાગીદાર બેંકોને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓએ ગ્રાહકોનો મોબાઈલ નંબર છુપાવવો (માસ્ક કરવો) પડશે અને આ માટે 4 સપ્ટેમ્બર સુધીમાં સિસ્ટમ અપડેટ કરવી પડશે.

આખરે આ નિર્ણય કેમ લેવાયો? છેલ્લા કેટલાક સમયથી ઘણા યુઝર્સે સોશિયલ મીડિયાના માધ્યમથી NPCI ને ફરિયાદો કરી હતી. ખાસ કરીને મહિલાઓની ગોપનીયતા, ઓળખ અને સુરક્ષાને લઈને આ એક બહુ મોટો મુદ્દો બની ગયો હતો, કારણ કે પેમેન્ટ કર્યા પછી અજાણ્યા લોકો પાસે નંબર જતો રહેતો હતો. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને ગયા મહિને આ પરિપત્ર તૈયાર કરાયો હતો. NPCI ના આદેશ મુજબ, કોઈપણ કસ્ટમર ઈન્ટરફેસમાં યુઝરની માહિતી જેમ કે UPI ID, મોબાઈલ નંબર કે એકાઉન્ટ નંબર પૂરેપૂરો દેખાવો ન જોઈએ. હવેથી જ્યારે તમે કોઈ QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરશો, ત્યારે સામેવાળા વ્યક્તિને તમારા મોબાઈલ નંબરના માત્ર છેલ્લા 4 આંકડા જ દેખાશે અને પેમેન્ટ પૂરું થયા પછી નંબર સંપૂર્ણપણે છુપાવી દેવાશે.

આ ઉપરાંત, પેમેન્ટ એપ્સ માટે બીજી એક મોટી સૂચના પણ અપાઈ છે. અત્યારે મોટાભાગના લોકો પોતાના મોબાઈલ નંબરનો જ UPI ID તરીકે ઉપયોગ કરે છે, કારણ કે તેમને ખબર જ નથી હોતી કે નામવાળું ID પણ બનાવી શકાય છે. તેથી, NPCI એ કહ્યું છે કે તમામ એપ્સએ મોબાઈલ નંબર વિનાનું UPI ID બનાવવાની જોગવાઈ કરવી પડશે. યુઝરને સ્પષ્ટ રીતે 'યુઝરનેમ' પસંદ કરવાનો વિકલ્પ મળવો જોઈએ.

આ પણ વાંચોઃ 1 જૂનથી UPI ના નિયમો બદલાયા: Google Pay, PhonePe, Paytm વાપરતા હોવ તો આ ખાસ જાણો

NPCI ના આ કડક પગલાંથી સામાન્ય યુઝરને સૌથી મોટો ફાયદો એ થશે કે ભવિષ્યના વ્યવહારોમાં તેમની અંગત માહિતી કે મોબાઈલ નંબર લીક નહીં થાય. નંબર ગુપ્ત રહેવાને કારણે કોઈ થર્ડ-પાર્ટી કે અજાણ્યા લોકો તેમને બિનજરૂરી મેસેજ કે કૉલ કરીને હેરાન કરી શકશે નહીં. પર્સનલ ડેટા પ્રોટેક્શનની દિશામાં આ એક ઐતિહાસિક પગલું છે.

બીજી તરફ, ગયા મહિને UPI ને લગતા એક અન્ય અહેવાલો પણ ચર્ચામાં હતા. જે મુજબ, NPCI એક એવા નવા ફીચર પર પણ કામ કરી રહ્યું છે, જેની મદદથી યુઝર્સ તેમના તમામ 'ઓટોમેટિક પેમેન્ટ્સ' (જેમ કે લોનના હપ્તા, સબસ્ક્રિપ્શન વગેરે) એક જ જગ્યાએ જોઈ શકશે. આ સુવિધાથી બેંકો અને ગ્રાહકો બંનેનું કામ આસાન થઈ જશે, કારણ કે યુઝર્સ એક જ UPI એપમાંથી પોતાની બધી જ એપ્સના ઓટો-પેમેન્ટ વિશે સરળતાથી માહિતી મેળવી શકશે અને તેને મેનેજ કરી શકશે.

Frequently Asked Questions

NPCI ના નવા નિયમ મુજબ UPI પેમેન્ટમાં મુખ્ય ફેરફાર શું છે?

હવે જ્યારે તમે UPI દ્વારા પેમેન્ટ કરશો, ત્યારે સામેવાળી વ્યક્તિને તમારો આખો મોબાઈલ નંબર દેખાશે નહીં. આનાથી યુઝર્સની ગોપનીયતા વધુ સુરક્ષિત રહેશે.

NPCI દ્વારા UPI માં આ નવો નિયમ શા માટે લાગુ કરવામાં આવ્યો છે?

આ નિર્ણય યુઝર્સના ડેટા અને પ્રાઈવસીને સુરક્ષિત રાખવા માટે લેવાયો છે. ખાસ કરીને મહિલાઓની ગોપનીયતા અને સુરક્ષા સંબંધિત ફરિયાદો બાદ આ પગલું લેવાયું છે.

QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવા પર સામેવાળી વ્યક્તિને મારા નંબરના કયા અંકો દેખાશે?

QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવા પર તમારા મોબાઈલ નંબરના ફક્ત છેલ્લા 4 આંકડા જ દેખાશે. પેમેન્ટ પૂરું થયા પછી નંબર સંપૂર્ણપણે છુપાવી દેવાશે.

નવા નિયમ મુજબ UPI ID બનાવવામાં શું નવો વિકલ્પ મળશે?

હવે UPI ID બનાવતી વખતે મોબાઈલ નંબરની જગ્યાએ 'યુઝરનેમ' પસંદ કરવાનો નવો વિકલ્પ પણ આપવામાં આવશે.

Advertisement

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Advertisement

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
શું એમએસ ધોની આઈપીએલ 2027માં રમશે? સીએસકેના સીઈઓ કાસી વિશ્વનાથને આપ્યો મોટો જવાબ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સારવાર ખર્ચનું લિસ્ટ હવે હોસ્પિટલમાં લગાડવું પડશે: જાણો કેન્દ્રનો નવો નિયમ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
Embed widget