શું લિસ્ટમાં તમારો નંબર તો નથી ને? સરકારે 24 હજારથી વધુ મોબાઇલ કનેક્શન કર્યા સસ્પેન્ડ
ભારતમાં સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીના કેસ સતત વધી રહ્યા છે
DoT Acts Against Cyber Crime: ભારતમાં સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીના કેસ સતત વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને દૂરસંચાર વિભાગ (DoT) એ આને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. વાસ્તવમાં દૂરસંચાર વિભાગે 24 હજાર 228 મોબાઈલ કનેક્શન સસ્પેન્ડ કર્યા છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગના જણાવ્યા અનુસાર, આ મોબાઇલ કનેક્શન 42 યુનિક ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (IMEI) સાથે જોડાયેલા હોવાનું જણાયું હતું અને તેઓ વારંવારની છેતરપિંડીઓમાં પણ સામેલ હોવાની આશંકા છે.
Thank you @MrAshishDabas @BrittoIvor @Gr8Dibs for being good Samaritan!
Your reporting helped us in
❌ PAN India blocking of all 42 IMEI linked with these 3 nos
❌ Immediate suspension of 24,229 mobile no. linked with these 42 IMEI
Keep reporting at Chakshu#SancharSaathi pic.twitter.com/5GcTG2ztjt — DoT India (@DoT_India) July 12, 2024
દૂરસંચાર વિભાગે ટેલિકોમ સેવા પ્રદાતાઓને આ IMEI નંબરોને ઓલ ઇન્ડિયા બેસિસ પર બ્લોક કરવાની સૂચના આપી છે. સાયબર છેતરપિંડી કરનારા કથિત રીતે આ મોબાઈલ નંબરોનો ઉપયોગ સાયબર ક્રાઈમ અને અન્ય છેતરપિંડી પ્રવૃત્તિઓ માટે કરતા હતા.
ચક્ષુ પોર્ટલ પર સતત ફરિયાદો નોંધાઈ રહી છે
સરકાર દ્વારા બનાવવામાં આવેલ ચક્ષુ પોર્ટલ પર લોકો તેમની સામે ઓનલાઈન છેતરપિંડીના કેસોની ફરિયાદો નોંધાવી શકે છે. તાજેતરના સમયમાં ચક્ષુ પોર્ટલ પર છેતરપિંડીની ફરિયાદોમાં વધારો થયો છે. આને ધ્યાનમાં રાખીને દૂરસંચાર વિભાગે છેતરપિંડી દૂર કરવા માટે આ પગલું ભર્યું છે. અગાઉ PIBએ લોકોને ફ્રોડ મેસેજ વિશે પણ ચેતવણી આપી હતી, જ્યાં હેકર્સ KYC પ્રક્રિયાના નામે લોકોની બેન્ક વિગતો ચોરી કરે છે.
IMEI નંબર શું છે?
IMEI નું પૂરું નામ ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી છે. આ 15 નંબરનો અનન્ય કોડ છે. IMEI મોબાઇલ ફોનની ઓળખ કરે છે. આ ઉપરાંત, તે કોઈપણ ફોન નંબર અને નેટવર્કથી સંબંધિત માહિતી મેળવવામાં મદદ કરે છે. સરળ ભાષામાં IMEI નંબરને ફોનની ડિજિટલ ફિંગરપ્રિન્ટ કહેવામાં આવે છે. તેની મદદથી તમે ખોવાયેલા કે ચોરાયેલા ફોનને પણ ટ્રેક કરી શકો છો. IMEI નંબર પરથી તમને ફોનનું મોડલ, ઉત્પાદનનું સ્થળ અને સીરીયલ નંબર જેવી માહિતી મળે છે.