શોધખોળ કરો

Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા

ભારતી એરટેલે તેના તમામ પોસ્ટપેઇડ પ્લાનની કિંમતમાં ₹50નો વધારો કર્યો છે. જોકે, તેમાં દર વર્ષે એક મફત આંતરરાષ્ટ્રીય રોમિંગ ટ્રિપનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આનાથી યુઝર્સ ને મોટો આંચકો લાગ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતી એરટેલે તમામ પોસ્ટપેડ પ્લાનની કિંમતમાં ₹50નો વધારો કર્યો.
  • ગ્રાહકોને દર વર્ષે એક ઇન્ટરનેશનલ રોમિંગ ટ્રિપ ફ્રી મળશે.
  • આ નવા દર 8 ઓક્ટોબર, 2026થી લાગુ થશે.
  • મફત રોમિંગ પેકમાં 5GB ડેટા અને 60 મિનિટ કોલિંગ ઉપલબ્ધ.

ભારતી એરટેલે પોતાના તમામ પોસ્ટપેડ પ્લાનની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, તેની સાથે કંપનીએ દર વર્ષે એક ઈન્ટરનેશનલ રોમિંગ ટ્રિપની સર્વિસ ફ્રી આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી એરટેલના લાખો ગ્રાહકોને એક તરફ ઝટકો લાગ્યો છે, તો બીજી તરફ વિદેશ પ્રવાસ કરતા યુઝર્સને નવી સુવિધાનો લાભ મળશે. 

ક્યારથી લાગુ થશે નવા દર?

કંપનીના સૂત્રોએ બુધવારે (7 ઓક્ટોબર) PTIને જણાવ્યું કે તમામ નવા પ્લાન 8 ઓક્ટોબર, 2026થી લાગુ થશે. જ્યારે જૂના પોસ્ટપેડ સબસ્ક્રાઇબર્સને પણ એક મહિનાની અંદર નજીકના હાયર પ્લાનમાં શિફ્ટ કરવામાં આવશે.

એરટેલ આપી રહી છે આ સર્વિસ ફ્રી

એરટેલે પોસ્ટપેડ પ્લાનની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે, પરંતુ તેની સાથે એક મોટી સુવિધા પણ ફ્રી આપી છે. જો તમે વારંવાર વિદેશ પ્રવાસ કરો છો, તો કંપની દર વર્ષે એક ઈન્ટરનેશનલ રોમિંગ ટ્રિપ મફત આપશે. કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સર્વિસની કિંમત 2,000 રૂપિયા છે.

આ ઉપરાંત એરટેલે નવા પોસ્ટપેડ પ્લાન લોન્ચ કરવાની પણ જાહેરાત કરી છે. કંપનીનો દાવો છે કે નવા પ્લાનમાં યુઝર્સને વધુ ફાયદા મળશે.

કંપનીએ શું કહ્યું?

એરટેલ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, 8 ઓક્ટોબર, 2026થી તમામ નવા પોસ્ટપેડ પ્લાનમાં ગ્રાહકોને દર વર્ષે એક ઈન્ટરનેશનલ ટ્રિપ માટે ફ્રી રોમિંગની સુવિધા મળશે. આ સાથે અગાઉ મળતા તમામ બેનિફિટ્સ પણ યથાવત રહેશે.                                     

આ ફ્રી રોમિંગ પેકમાં 5GB ડેટા, 60 મિનિટની કોલિંગ, 25 આઉટગોઇંગ મેસેજ અને ફ્રી ઇનકમિંગ મેસેજ મળશે. આ સર્વિસ 5 દિવસ માટે માન્ય રહેશે.

ફેમિલી પ્લાનમાં કેવી રીતે મળશે લાભ?

કંપનીના જણાવ્યા અનુસાર, જ્યારે ગ્રાહકોને આ સુવિધાનો લાભ લેવો હોય ત્યારે તેઓ તેને એક્ટિવેટ કરી શકશે. જ્યારે ફેમિલી પ્લાનમાં સામેલ દરેક સભ્યને અલગ-અલગ ફ્રી રોમિંગની સુવિધા મળશે.

જણાવી દઈએ કે એરટેલે પોતાના પોસ્ટપેડ પ્લાનમાં ફ્રી ઈન્ટરનેશનલ રોમિંગની સુવિધા તાજેતરમાં જ ઉમેરેલી છે. આ ઉપરાંત યુઝર્સને ફાસ્ટ લેન ટેક્નોલોજી, અનલિમિટેડ ડેટા તેમજ સ્પેમ અને ફ્રોડ કોલ્સ સામે નેટવર્ક લેવલ પ્રોટેક્શન જેવી સુવિધાઓ પણ મળે છે.

Frequently Asked Questions

ભારતી એરટેલે પોતાના પોસ્ટપેડ પ્લાનમાં શું ફેરફાર કર્યો છે?

ભારતી એરટેલે પોતાના તમામ પોસ્ટપેડ પ્લાનની કિંમતમાં ₹50નો વધારો કર્યો છે. આ સાથે, કંપની દર વર્ષે એક ઇન્ટરનેશનલ રોમિંગ ટ્રિપ ફ્રી આપશે.

એરટેલના નવા પોસ્ટપેડ દર ક્યારથી લાગુ પડશે?

કંપનીના સૂત્રો અનુસાર, તમામ નવા પ્લાન 8 ઓક્ટોબર, 2026થી લાગુ પડશે. જૂના સબસ્ક્રાઇબર્સને એક મહિનામાં નજીકના હાયર પ્લાનમાં શિફ્ટ કરવામાં આવશે.

ફ્રી ઇન્ટરનેશનલ રોમિંગ પેકમાં શું શામેલ હશે?

આ ફ્રી રોમિંગ પેકમાં 5GB ડેટા, 60 મિનિટની કોલિંગ, 25 આઉટગોઇંગ મેસેજ અને ફ્રી ઇનકમિંગ મેસેજ મળશે. આ સર્વિસ 5 દિવસ માટે માન્ય રહેશે.

ફેમિલી પ્લાનમાં ફ્રી રોમિંગનો લાભ કેવી રીતે મળશે?

ફેમિલી પ્લાનમાં સામેલ દરેક સભ્યને અલગ-અલગ ફ્રી રોમિંગની સુવિધા મળશે. ગ્રાહકો આ સુવિધાનો લાભ જ્યારે લેવો હોય ત્યારે એક્ટિવેટ કરી શકશે.

Advertisement

ટોપ સ્ટોરી

OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
200MP કેમેરા સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવ્યો Samsung W27 ફોન
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
9000mAh બેટરી અને 200MP કેમેરાવાળો OnePlus નો નવો ફોન કાલે લોન્ચ થશે 
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
1000 રૂપિયાની અંદર બેસ્ટ છે આ ઈયરફોન, સાઉન્ડ ક્વોલિટી અને બેસ બંન્નેમાં છે શાનદાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ
IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
Embed widget