શોધખોળ કરો
Advertisement
PUBG Mobile India Release: PUBG પ્રેમીઓ માટે ખુશખબરી! ભારતીય કંપનીને મળી સરકાર પાસેથી મંજૂરી
પબજી ઈન્ડિયાને આધિકારીક રીતે કોર્પોરેટ અફેયર્સ મંત્રાલયમાં એક કંપની તરીકે રજિસ્ટર્ડ કરી લેવામાં આવી છે.
નવી દિલ્હી: ભારતના મોબાઈલ ગેમ પ્રેમીઓ માટે ખુશખબરી છે. પબજી ઈન્ડિયાને આધિકારીક રીતે કોર્પોરેટ અફેયર્સ મંત્રાલયમાં એક કંપની તરીકે રજિસ્ટર્ડ કરી લેવામાં આવી છે. કંપનીમાં તેના 2 ડાયરેક્ટર્સના નામ પણ દેવામાં આવ્યા છે. મોબાઈલ પ્લેટફોર્મ પર પબજી ખૂબ જ લોકપ્રિય ગેમ છે. ભારતમાં લાખો લોકો આ ગેમ રમે છે.
એક રિપોર્ટ મુજબ, પબજી ઈન્ડિયાને એક કંપની તરીકે 21 નવેમ્બર 2020ના બેંગલુરૂમાં રજિસ્ટર કરવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર પબજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના ડાયેરેક્ટર કુમાર કૃષ્ણન અયર અને હ્યૂનિલ સોહન છે. પબજી ગેમના આધિકારીક લોન્ચિંગ પહેલા પબજી કોર્પોરેશને પબજી મોબાઈલ ઈન્ડિયા પ્રી-રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દિધી છે.
ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરે ભારત સરકારે 118 ચીની મોબાઈલ એપ પર બેન લગાવ્યો હતો. જેમાં ભારતમાં ખૂબ જ જાણીતી પબજી એપ પણ સામેલ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement