શોધખોળ કરો

ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!

સાયબર ગઠિયાઓ 'જ્યુસ જેકિંગ' સ્કેમ દ્વારા પબ્લિક ચાર્જિંગ સ્ટેશનથી લોકોના મોબાઇલમાં વાયરસ નાખીને અંગત ડેટા અને પૈસાની ચોરી કરી રહ્યા છે, જાણો તેનાથી બચવાના ઉપાયો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પબ્લિક ચાર્જિંગ સ્ટેશન પર 'જ્યુસ જેકિંગ' કૌભાંડનો ખતરો વધ્યો.
  • હેકર્સ USB પોર્ટથી માલવેર ઘુસાડી બેંક ડેટા ચોરી કરે છે.
  • અંગત એડેપ્ટર, પાવર બેંક વાપરો, ડેટા ટ્રાન્સફર ટાળો.
  • છેતરપિંડી થાય તો તાત્કાલિક 1930 પર ફરિયાદ નોંધાવો.

Juice jacking scam prevention: શું તમે પણ ક્યારેય રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન કે એરપોર્ટ પર તમારો ફોન ચાર્જિંગમાં મૂક્યો છે? જો હા, તો હવેથી ચેતી જજો. સાયબર ગઠિયાઓ હવે લોકોને છેતરવા માટે એકદમ નવી અને ખતરનાક રીત અપનાવી રહ્યા છે. જો તમે પણ બહાર પબ્લિક ચાર્જિંગ સ્ટેશનનો વારંવાર ઉપયોગ કરો છો, તો તમારે હવે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે.

શું છે આ 'જ્યુસ જેકિંગ' કૌભાંડ?

આજના ડિજિટલ યુગમાં છેતરપિંડીની આ નવી રીતને 'જ્યુસ જેકિંગ સ્કેમ' (Juice Jacking Scam) તરીકે ઓળખવામાં આવે છે. આ એક એવો સાયબર હુમલો છે જેમાં હેકર્સ ફોન ચાર્જ કરવા માટે વપરાતા USB પોર્ટની મદદથી તમારા ફોનમાં માલવેર કે વાયરસ ઘુસાડી દે છે. ઘણીવાર તો આ ગઠિયાઓ ભીડભાડવાળી જગ્યાઓ પર પોતાના નકલી ચાર્જિંગ સ્ટેશન પણ ઊભા કરી દેતા હોય છે. જેવા તમે તમારો ફોન ચાર્જ કરવા માટે ત્યાં કેબલ ભરાવો છો, કે તરત જ તે કેબલ દ્વારા તમારા ફોનમાં ખતરનાક વાયરસ ઇન્સ્ટોલ થઈ જાય છે.

ડેટા ચોરી અને બ્લેકમેલિંગનો ખતરો

એકવાર આ વાયરસ તમારા ફોનમાં આવી ગયો, એટલે સમજો કે તમારો ફોન હેકર્સના કંટ્રોલમાં જતો રહ્યો. આ વાયરસ તમારી બેંકની વિગતોથી લઈને OTP (વન-ટાઇમ પાસવર્ડ) સુધીની તમામ ખાનગી માહિતી ચોરી લે છે. એટલું જ નહીં, હેકર્સ તમારા ફોનમાં રહેલા અંગત ફોટા અને વિડીયો પણ મેળવી શકે છે. ત્યારબાદ આ ગઠિયાઓ તમને ફોન કરીને બ્લેકમેલ કરી શકે છે અથવા તો 'ડિજિટલ અરેસ્ટ' (Digital Arrest) નો ડર બતાવીને લાખો રૂપિયા પડાવી શકે છે.

કેવી રીતે રહેવું સુરક્ષિત?

આવા ખતરનાક સ્કેમથી બચવું હોય તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો:

એડેપ્ટરનો જ ઉપયોગ કરો: પબ્લિક પ્લેસ પર ક્યારેય ડાયરેક્ટ USB પોર્ટમાં ફોન ચાર્જ ન કરો. જો તમારી પાસે પોતાનું ચાર્જિંગ એડેપ્ટર (પ્લગ) હોય, તો તેનો જ ઉપયોગ કરીને સીધા ઇલેક્ટ્રિક બોર્ડ (સોકેટ) માં ફોન ચાર્જ કરો.

પાવર બેંક સાથે રાખો: આવી કટોકટીમાં ફોન ચાર્જ કરવા માટે હંમેશા પોતાની પાવર બેંક કે પોર્ટેબલ ચાર્જર સાથે રાખવાની ટેવ પાડો.

ફુલ ચાર્જ કરીને નીકળો: આજકાલ મોટાભાગના સ્માર્ટફોન મોટી બેટરી સાથે આવે છે, જેને એકવાર ફુલ ચાર્જ કર્યા પછી તે લાંબો સમય ચાલે છે. તેથી ઘરેથી જ ફોન વ્યવસ્થિત ચાર્જ કરીને નીકળવાનો આગ્રહ રાખો.

સ્ક્રીન પ્રોમ્પ્ટ પર ધ્યાન આપો: જો કોઈ મજબૂરીમાં તમારે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરવો જ પડે, તો ફોનની સ્ક્રીન પર આવતા મેસેજ (પ્રોમ્પ્ટ) પર ખાસ ધ્યાન આપો. ભૂલથી પણ "Trust this device" (આ ઉપકરણ પર વિશ્વાસ કરો) અથવા "Allow data transfer" (ડેટા ટ્રાન્સફરને મંજૂરી આપો) જેવા ઓપ્શન પર ક્લિક ન કરો. માત્ર ચાર્જિંગનો જ વિકલ્પ પસંદ કરો.

આ પણ વાંચોઃ BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત

જો તમારી સાથે છેતરપિંડી થાય તો શું કરવું?

જો તમે કમનસીબે આવા કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડનો શિકાર બની જાઓ, તો જરાય ગભરાશો નહીં. તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરીને તમારી ફરિયાદ નોંધાવો. આ ઉપરાંત, તમે સરકારની 'સંચાર સાથી' (Sanchar Saathi) એપ્લિકેશન અથવા તેમની વેબસાઇટ પર જઈને પણ આ સાયબર છેતરપિંડીનો રિપોર્ટ કરી શકો છો. વધુમાં, તમે તમારા નજીકના સાયબર પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈને પણ કાયદેસરની ફરિયાદ નોંધાવી શકો છો.

Frequently Asked Questions

'જ્યુસ જેકિંગ' કૌભાંડ શું છે?

આ એક સાયબર હુમલો છે જેમાં હેકર્સ પબ્લિક USB પોર્ટનો ઉપયોગ કરીને ફોનમાં માલવેર ઘુસાડે છે. ઘણીવાર તેઓ નકલી ચાર્જિંગ સ્ટેશન ઊભા કરીને લોકોને છેતરે છે.

જ્યુસ જેકિંગ સ્કેમથી શું જોખમો છે?

આ વાયરસ તમારા બેંકની વિગતો, OTP, અંગત ફોટા અને વિડીયો ચોરી શકે છે. હેકર્સ તમને બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવી શકે છે.

'જ્યુસ જેકિંગ'થી બચવા શું સાવચેતી રાખવી?

પબ્લિક USB પોર્ટમાં ફોન ચાર્જ ન કરો. પોતાનું એડેપ્ટર કે પાવર બેંક વાપરો. ફોન ફુલ ચાર્જ કરી નીકળો અને સ્ક્રીન પર

જો જ્યુસ જેકિંગનો શિકાર બનીએ તો શું કરવું?

તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન 1930 પર કૉલ કરો. તમે 'સંચાર સાથી' એપ્લિકેશન કે નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી શકો છો.

Advertisement

ટોપ સ્ટોરી

Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Advertisement

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
Embed widget