શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શાઓમી 17 ડિસેમ્બરે ભારતમાં લોન્ચ કરશે બજેટ સ્માર્ટફોન Redmi 9 Power, જાણો શું છે ફિચર્સ
Redmi 9 Power હાલમાં જ ચીનમાં લોન્ચ થયેલા Redmi Note 9 4G સ્માર્ટફોનનું ભારતમાં રી-બ્રાન્ડેડ વર્ઝન છે.
શાઓમી પોતાનો નવો બજેટ સ્માર્ટફોન Redmi 9 Power ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. Redmi 9 Power 17 ડિસેમ્બરે ભારતમાં લોન્ચ થશે. તેની જાણકારી રેડમી ઈન્ડિયાએ ટ્વીટ કરીને આપી છે. કંપની પોતાના આ ફોનને “power packed” નામથી ઓળખાવી રહી છે.
Redmi 9 Power હાલમાં જ ચીનમાં લોન્ચ થયેલા Redmi Note 9 4G સ્માર્ટફોનનું ભારતમાં રી-બ્રાન્ડેડ વર્ઝન છે. જો કે ભારતીય વર્ઝનમાં ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે. ફોન ચાર કલર વેરિએન્ટમાં ઉપબલ્ધ રહેશે.
રિપોર્ટ્સ અનુસાર, કિંમતની વાત કરીએ તો આ સ્માર્ટફોન 10,999 રૂપિયા કે 11,999 રૂપિયાની શરુઆતી કિંમતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
માઈક્રો સાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર રેડમીના આ ફોનમાં 48 મેગાપિક્સલનો રિયર કેમેરા મળશે. તે સિવાય ફાસ્ટ ચાર્જિંગ પણ મળશે. જે 18 વોટનું હશે. બેટરી 6000mAhની આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર ફોનમાં Hi-Res ઓડિયો મળશે.
Redmi 9 Power માં ક્લોકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસર, 6.53 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. જેનુ રિઝોલ્યુશન 1080x2340 હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion