શોધખોળ કરો

Samsung લૉન્ચ કરશે યૂનિક Foldable સ્માર્ટફોન, બન્ને બાજુથી કરી શકશો ફૉલ્ડ

Samsung Unique Foldable Smartphone: પેટન્ટની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટિપસ્ટર @Xleaks7 દ્વારા પોસ્ટ કરવામાં આવી છે

Samsung Unique Foldable Smartphone: સેમસંગ એક ફૉલ્ડેબલ સ્માર્ટફોન પર કામ કરી રહ્યું છે જેનો ઉપયોગ બંને બાજુથી થઈ શકે છે. દક્ષિણ કૉરિયન કંપનીના આ ફૉલ્ડેબલ ફોનની ડિઝાઇનને યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક તરફથી મંજૂરી મળી ગઈ છે. આ ફૉલ્ડેબલ ફોન 360 ડિગ્રી હિન્જ સાથે આવશે, જેના કારણે તેને બંને બાજુથી ફૉલ્ડ કરી શકાય છે. સેમસંગનો આ ફૉલ્ડેબલ ફોન અત્યાર સુધી લૉન્ચ થયેલા તમામ ફૉલ્ડેબલ ફોનની સરખામણીમાં અનોખી ડિઝાઇન સાથે આવી શકે છે. અત્યાર સુધી સિંગલ અને ટ્રિપલ ફૉલ્ડ ફોન બજારમાં વ્યાપારી રીતે લૉન્ચ કરવામાં આવ્યા છે. આ ફૉલ્ડેબલ ફોનમાં એક હિન્જ હોય ​​છે જે 180 ડિગ્રી સુધી વળે છે.

યૂનિક ફૉલ્ડેબલ ડિસ્પ્લે  - 
પેટન્ટની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટિપસ્ટર @Xleaks7 દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. GSMArena ના રિપોર્ટ મુજબ, ફોનની ફ્લેક્સિબલ ડિઝાઇન તેને બંને બાજુથી ફોલ્ડ કરવામાં સક્ષમ બનાવશે. આ ફૉલ્ડેબલ ફોનમાં 360 ડિગ્રી ફરતું હિન્જ છે. યૂઝર્સ આ ફૉલ્ડેબલ ફોનને બંને બાજુથી વાળીને ઉપયોગ કરી શકશે, જે તેમને એક અનોખો અનુભવ આપશે.

શું છે ટેકનોલોજી ? 
જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો સેમસંગનો આ ફૉલ્ડેબલ ફોન કંપની દ્વારા વિકસાવવામાં આવી રહેલા અલ્ટ્રા-થિન ગ્લાસ (UTG) ડિસ્પ્લેનો ઉપયોગ કરી શકે છે. આ ડિસ્પ્લેમાં લેયર સ્ટ્રક્ચર માટે ફ્લેક્સિબલ પોલિમર અને એડહેસિવનો ઉપયોગ કરી શકાય છે. સેમસંગના આ આગામી ફોલ્ડેબલ ફોનમાં એક નવી હિન્જ સિસ્ટમ હશે જે ડિસ્પ્લેની બંને બાજુ ફોલ્ડ કરવામાં મદદ કરશે.

પેટન્ટ ઇમેજ સેમસંગના ફોનની ડિઝાઇનની ઝલક પણ આપે છે, જે દર્શાવે છે કે ડિસ્પ્લેને અંદર અને બહાર ફોલ્ડ કર્યા પછી ફોન કેવો દેખાય છે. આગામી દિવસોમાં ફૉલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં ઘણી નવી ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે. Huawei એ તાજેતરમાં Pura X પણ પ્રદર્શિત કર્યો, જે એક ફ્લિપ ફોન છે જે બાજુથી ફૉલ્ડ થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jio નો નવો ધમાકો! હવે એક જ સબ્સ્ક્રિપ્શનમાં મળશે આટલા બધા ફાયદા  
Jio નો નવો ધમાકો! હવે એક જ સબ્સ્ક્રિપ્શનમાં મળશે આટલા બધા ફાયદા  
Oppo એ લોન્ચ કર્યો 10,000mAh બેટરીવાળો પહેલો 5G ફોન; જાણો કિંમત અને પાવરફુલ ફિચર્સ
Oppo એ લોન્ચ કર્યો 10,000mAh બેટરીવાળો પહેલો 5G ફોન; જાણો કિંમત અને પાવરફુલ ફિચર્સ
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
YouTube પર કઈ રીતે થશો વાયરલ ? આ 5 AI Tools કરશે તમારી મદદ
WhatsApp ના અનેક યૂઝર્સના એકાઉન્ટ ભારતમાં બંધ, કંપનીએ જણાવ્યું કારણ, તમે તો નથી કરીને આ ભૂલ 
WhatsApp ના અનેક યૂઝર્સના એકાઉન્ટ ભારતમાં બંધ, કંપનીએ જણાવ્યું કારણ, તમે તો નથી કરીને આ ભૂલ 

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
વીવીએસ લક્ષ્મણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટર! અજીત અગરકરની થશે છૂટ્ટી
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Embed widget