શોધખોળ કરો

ન કટઆઉટ હશે અને ન કોઈ બટન, આવો ધાકડ iPhone લાવવાની તૈયારીમાં છે Apple

iPhone 20 Pro: આવતા વર્ષે iPhoneના સફરને 20 વર્ષ પૂર્ણ થશે. આ ખાસ અવસર પર Apple અત્યાર સુધીનો સૌથી અલગ દેખાતો iPhone 20 Pro લોન્ચ કરી શકે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • iPhone 20 Proમાં એજ-ટુ-એજ ડિસ્પ્લે, કોઈ બોર્ડર નહીં.
  • સ્ક્રીન પર નહીં હોય કોઈ કટઆઉટ અને ફિઝિકલ બટન્સ
  • નવા પ્રકારનું, પાતળું અને કર્વ્ડ ડિસ્પ્લે, સરળ પકડ.
  • AI ફીચર્સમાં સુધારો, Siri વધુ સ્માર્ટ બનશે.

iPhone 20 Pro:  જો બધું અપેક્ષા મુજબ રહ્યું તો આવતા વર્ષે દુનિયાને અત્યાર સુધીનો સૌથી અનોખો દેખાતો iPhone જોવા મળી શકે છે. માનવામાં આવે છે કે Appleના નવા CEO જોન ટર્નસ 2027માં iPhoneના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે iPhone 20 Series લોન્ચ કરશે. આ ખાસ પ્રસંગ માટે Appleએ જોરદાર તૈયારી કરી છે. રિપોર્ટ્સ અનુસાર, iPhone 20 Pro મોડેલમાં એજ-ટુ-એજ ડિસ્પ્લે મળશે, જે અત્યાર સુધી કોઈપણ ફોનમાં જોવા મળ્યું નથી. એટલે કે, તેમાં ડિસ્પ્લેની કોઈ બોર્ડર નહીં હોય. લુકની દ્રષ્ટિએ આ મોડેલ અત્યાર સુધીના બધા iPhone અને અન્ય સ્માર્ટફોનથી સંપૂર્ણપણે અલગ હશે.

iPhone 20 Proની સ્ક્રીન પર નહીં હોય કોઈ કટઆઉટ

Apple પ્રયત્ન કરી રહી છે કે iPhone 20 Proને સંપૂર્ણ ફુલ-ડિસ્પ્લે iPhone તરીકે લોન્ચ કરવામાં આવે. એટલે કે, તેની સ્ક્રીન પર પંચ-હોલ, નૉચ અથવા ડાયનામિક આઇલેન્ડ જેવી કોઈપણ વસ્તુ માટે કટઆઉટ નહીં હોય. કેટલીક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ iPhoneમાં સ્પીકર ગ્રિલ પણ નહીં હોય અને ફિઝિકલ બટન્સને પણ સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવી શકે છે. જો આ દાવાઓ સાચા સાબિત થાય અને સપ્લાય ચેઇનમાં કોઈ મુશ્કેલી ન આવે, તો આવતા વર્ષે દુનિયાને એક નવી પ્રકારનો iPhone જોવા મળી શકે છે.

આ પણ વાંચો:WhatsApp નું અપડેટ, iPhone પર આવવાનો છે Liquid Glass લૂક, હવે ચેટ થશે પુરેપુરી ટ્રાન્સપરન્ટ

ખાસ ડિસ્પ્લેનો થશે ઉપયોગ

થોડા દિવસો પહેલાં એવી રિપોર્ટ્સ આવ્યો હતો કે,  Apple iPhone 20 Seriesમાં નવા પ્રકારના ડિસ્પ્લેનો ઉપયોગ કરી શકે છે. Samsung  આ ડિસ્પ્લે તૈયાર કરી રહી છે અને તે હાલના પેનલની સરખામણીએ વધુ બ્રાઇટ અને પાતળું હશે. કર્વ્ડ ડિસ્પ્લેના કારણે iPhoneને હાથમાં પકડવું વધુ સરળ બનશે અને તેની સાઇડ્સ વધુ નેચરલ લાગશે. અત્યારથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે Apple બાદ Samsung સહિત અન્ય કંપનીઓ પણ આવી ડિસ્પ્લેવાળા ફોન લોન્ચ કરી શકે છે.

પરફોર્મન્સ પણ રહેશે જબરદસ્ત
દરેક નવી લાઇનઅપની જેમ iPhone 20 Seriesની પરફોર્મન્સમાં પણ મોટો અપગ્રેડ જોવા મળશે. તેમાં Apple પોતાનું એડવાન્સ્ડ ચિપસેટ ઉપયોગમાં લેશે અને તેની બેટરી લાઇફને પણ વધુ સારી બનાવવામાં આવી શકે છે. ઉપરાંત કેમેરા ક્ષમતાઓમાં પણ સુધારો થશે. AI ફીચર્સના મામલે પણ મોટો ફેરફાર જોવા મળી શકે છે. AI ફીચર્સ માટે Appleએ Google
 સાથે ભાગીદારી કરી છે અને Geminiની મદદથી Siri Assistantને વધુ સ્માર્ટ બનાવવા પર કામ ચાલી રહ્યું છે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Embed widget