શોધખોળ કરો

મોત પછી તમારા WhatsApp, ફોટા અને જીમેલનું શું થાય છે? ગુજરાતની કોર્ટે આપ્યો મોટો ચુકાદો

digital legacy: ગાંધીનગર કોર્ટે ડિજિટલ ડેટાને 'મિલકત' ગણાવી; જાણો જો પાસવર્ડ કે નોમિની ન હોય તો વ્યક્તિના મૃત્યુ પછી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ડેટાનું શું થાય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત કોર્ટે ડિજિટલ ડેટાને મૃતકની સંપત્તિ ગણાવ્યો.
  • મૃતકના પરિવારને લોક થયેલો iPhone અને iCloud ડેટા મળશે.
  • કોર્ટે જણાવ્યું, મૃત્યુ બાદ ગોપનીયતાનો અધિકાર સમાપ્ત થાય છે.

digital legacy: આજના સ્માર્ટફોનના જમાનામાં આપણી જિંદગી માત્ર ઘર, બેંક બેલેન્સ કે જમીન-મકાન સુધી સીમિત નથી રહી. આપણી કિંમતી યાદો, ફોટા, ઈમેલ અને અંગત વાતચીત હવે ડિજિટલ દુનિયામાં સચવાયેલી છે. પણ ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આ ડિજિટલ ડેટાનું શું થાય છે? તાજેતરમાં ગુજરાતની એક કોર્ટે આ અંગે એક ખૂબ જ મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિનો ડિજિટલ ડેટા પણ તેની કાયદેસરની મિલકત છે અને મૃત્યુ પછી ગોપનીયતા (Privacy) નો અધિકાર પૂરો થઈ જાય છે. તો ચાલો સમજીએ કે આખો મામલો શું છે અને તમારો ડેટા કોને મળી શકે.

આવી રીતે શરૂ થયો આખો કેસ

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ આખો મામલો ગુજરાતના ગાંધીનગરની સિવિલ કોર્ટમાં પહોંચ્યો હતો. અહીં એક પરિવાર તેમના મૃતક સ્વજનનો લોક થયેલો iPhone અને iCloud એકાઉન્ટ ખોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ એકાઉન્ટમાં પરિવાર માટે ખૂબ જ મહત્વના ફોટા, વીડિયો, વોઈસ નોટ્સ અને ડોક્યુમેન્ટ્સ હતા, જે તેમની ભાવનાઓ સાથે સીધા જોડાયેલા હતા.

જ્યારે પરિવારે આ ડેટા મેળવવા સીધો Apple કંપનીનો સંપર્ક કર્યો, ત્યારે કંપનીએ ચોખ્ખી ના પાડી દીધી. કંપનીનો નિયમ હતો કે સત્તાવાર કોર્ટના આદેશ વિના તેઓ કોઈ કાનૂની પ્રતિનિધિને ડેટા આપી શકે નહીં.

કોર્ટે પુત્રીને સોંપ્યો ડેટાનો અધિકાર

આ પછી મૃતકની પત્ની અને પુત્રીએ 'ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ 1925' હેઠળ કોર્ટના દરવાજા ખખડાવ્યા. મૃતકે કોઈ વસિયત ન બનાવી હોવાથી પરિવારે ડેટા પર અધિકાર માંગ્યો હતો. કેસની સુનાવણી બાદ ન્યાયાધીશ હિમાંશુ ચૌધરીએ મૃતકની પુત્રીને કાનૂની વહીવટકર્તા (legal administrator) તરીકે નિયુક્ત કરી અને Apple ને આદેશ આપ્યો કે પરિવારને શક્ય તેટલો બધો જ ડેટા પાછો આપવામાં મદદ કરે.

ડિજિટલ ડેટા પણ તમારી 'મિલકત' છે

આ ચુકાદાની સૌથી મોટી વાત એ છે કે કોર્ટે પહેલીવાર ડિજિટલ ડેટાને વ્યક્તિગત સંપત્તિ એટલે કે 'મિલકત' ગણાવી છે. ભારતમાં હાલમાં ડિજિટલ વારસા માટે કોઈ અલગ કાયદો નથી, છતાં કોર્ટે જનરલ ક્લોઝ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) જેવા કાયદાઓને ટાંકીને કહ્યું કે iCloud માં પડેલો ડેટા એ મૂલ્યવાન સંપત્તિ છે અને તે કાનૂની વારસાનો જ એક ભાગ છે. કોર્ટે એમ પણ નોંધ્યું કે હવે તો ક્રિપ્ટોકરન્સી અને NFT ને પણ ડિજિટલ સંપત્તિ માનવામાં આવે છે, તેથી ભવિષ્યમાં આવા કેસો વધવાના છે.

મૃત્યુ પછી પ્રાઈવસીનું શું?

હવે સવાલ એ થાય કે ગોપનીયતાનું શું? ડિજિટલ એકાઉન્ટમાં ઘણી એવી અંગત વાતો હોય છે જે કદાચ વ્યક્તિ મર્યા પછી પણ કોઈને બતાવવા ન માંગતો હોય. આના પર કોર્ટે સ્પષ્ટ કર્યું કે 'રાઈટ ટુ પ્રાઈવસી' એ જીવતા વ્યક્તિનો અધિકાર છે. વ્યક્તિના મૃત્યુની સાથે જ તેનો ગોપનીયતાનો અધિકાર પણ ખતમ થઈ જાય છે. તેથી કાનૂની વારસદારોને પ્રાઈવસીના બહાને ડેટા લેતા રોકી શકાય નહીં.

તમને જણાવી દઈએ કે, ભારતના 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023' માં ડેટા માટે કોઈને નોમિની બનાવવાની સુવિધા આપવામાં આવી છે. પરંતુ જો વ્યક્તિએ અગાઉથી કોઈને નોમિની ન બનાવ્યા હોય, તો આગળ શું કરવું તે અંગે કાયદો હજુ પણ થોડો અસ્પષ્ટ છે.

Frequently Asked Questions

મૃત્યુ પછી ડિજિટલ ડેટાનું શું થાય છે?

ગુજરાતની એક કોર્ટે ચુકાદો આપ્યો છે કે ડિજિટલ ડેટા વ્યક્તિની કાયદેસરની મિલકત છે અને મૃત્યુ પછી ગોપનીયતાનો અધિકાર સમાપ્ત થઈ જાય છે.

આ મામલો કેવી રીતે શરૂ થયો?

ગાંધીનગરની સિવિલ કોર્ટમાં એક પરિવારે તેમના મૃતક સ્વજનનો લોક થયેલો iPhone અને iCloud એકાઉન્ટ ખોલવા માટે અરજી કરી હતી, જેમાં મહત્વના ફોટો અને વીડિયો હતા.

કોર્ટે કોને ડેટા મેળવવાનો અધિકાર આપ્યો?

મૃતકની પુત્રીને કાનૂની વહીવટકર્તા તરીકે નિયુક્ત કરીને કોર્ટે Apple ને આદેશ આપ્યો કે પરિવારને શક્ય તેટલો બધો જ ડેટા પાછો આપવામાં મદદ કરે.

ડિજિટલ ડેટાને મિલકત ગણવાનો શું અર્થ છે?

કોર્ટે પહેલીવાર ડિજિટલ ડેટાને વ્યક્તિગત સંપત્તિ એટલે કે 'મિલકત' ગણાવી છે. આ ડેટા કાનૂની વારસાનો જ એક ભાગ ગણાય છે.

મૃત્યુ પછી ડિજિટલ ડેટાની ગોપનીયતાનું શું થાય છે?

કોર્ટના જણાવ્યા મુજબ, 'રાઈટ ટુ પ્રાઈવસી' જીવતા વ્યક્તિનો અધિકાર છે. વ્યક્તિના મૃત્યુની સાથે જ તેનો ગોપનીયતાનો અધિકાર પણ ખતમ થઈ જાય છે.

ટોપ સ્ટોરી

24 ઓગસ્ટથી સિમ કાર્ડના બદલાશે નિયમો, જાણો એક વ્યક્તિ પોતના નામે કેટલા સિમ લઇ શકે?
24 ઓગસ્ટથી સિમ કાર્ડના બદલાશે નિયમો, જાણો એક વ્યક્તિ પોતના નામે કેટલા સિમ લઇ શકે?
દરરોજ 2GB ડેટા અને 72 દિવસની છૂટ! BSNL ના આ સૌથી સસ્તા પ્લાને મચાવી ધૂમ
દરરોજ 2GB ડેટા અને 72 દિવસની છૂટ! BSNL ના આ સૌથી સસ્તા પ્લાને મચાવી ધૂમ
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી
Gemini Free Student Plan: કૉલેજ સ્ટૂડેન્ટ્સ માટે Googleની મોટી ઓફર, 1 વર્ષ માટે AI પ્લાન બિલકુલ ફ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
Embed widget