શોધખોળ કરો

WiFi Vs LiFi: WiFi અને LiFi માં શું છે ફરક? જાણો ક્યાં કઈ ટેક્નોલોજી કયાં આવે છે કામ

Wi‑Fi અને Li‑Fi ઇન્ટરનેટની બે અલગ-અલગ ટેક્નોલોજી છે, જે ડેટા ટ્રાન્સફર માટે જુદી રીતો અપનાવાય છે. WiFi રેડિયો સિગ્નલ દ્વારા કાર્ય કરે છે, જ્યારે LiFi લાઇટ એટલે કે પ્રકાશના માધ્યમથી કામ કરે છે.

WiFi Vs LiFi:આજના સમયમાં મોબાઇલમાં વીડિયો જોવો હોય, ઓનલાઇન ક્લાસ કરવા હોય કે ઓફિસનું કામ કરવું હોય, ઇન્ટરનેટ વગર જીવન અધૂરું લાગે છે. હાલમાં મોટાભાગના લોકો WiFi નો ઉપયોગ કરે છે, પરંતુ હવે નવી ટેક્નોલોજી LiFi પણ ઝડપથી ચર્ચામાં આવી રહી છે. ઘણા લોકો વિચારતા હોય છે કે આખરે LiFi શું છે અને તે WiFi થી કેટલું અલગ છે.

સરળ ભાષામાં સમજીએ તો WiFi ઇન્ટરનેટ ચલાવવા માટે રેડિયો સિગ્નલનો ઉપયોગ કરે છે, જ્યારે LiFi પ્રકાશ દ્વારા ઇન્ટરનેટ પહોંચાડે છે. LiFi નું પૂરું નામ “Light Fidelity” છે અને તેને ઇન્ટરનેટની દુનિયાનું નવીન અને એડવાન્સ ટેક્નોલોજી માનવામાં આવે છે.

LiFi કેવી રીતે કામ કરે છે?

LiFi ની કાર્યપ્રણાલી સાંભળીને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમાં ખાસ પ્રકારના LED બલ્બનો ઉપયોગ થાય છે અને એ જ પ્રકાશ દ્વારા ડેટા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ એક વાયરલેસ કમ્યુનિકેશન ટેક્નોલોજી છે.

ઇન્ટરનેટ પર ડેટા 1 અને 0 ના રૂપમાં ટ્રાન્સફર થાય છે, જેને બાઈનરી ભાષા કહેવામાં આવે છે. WiFi જ્યાં રેડિયો વેવ્સથી કાર્ય કરે છે, ત્યાં LiFi માં LED બલ્બ ખૂબ ઝડપથી ઓન-ઓફ થાય છે અને એ જ પ્રક્રિયા દ્વારા ઇન્ટરનેટ ચાલે છે. રસપ્રદ વાત એ છે કે, બલ્બ એટલી ઝડપથી ચાલુ-બંધ થાય છે કે માનવીની આંખો તેને ઓળખી પણ શકતી નથી. એટલે કે તમારા રૂમની લાઇટ જ ઇન્ટરનેટ ચલાવવાનું કામ કરી શકે છે. જોકે, તેના માટે ખાસ ડિવાઇસની જરૂર પડે છે.

WiFi અને LiFi માં સૌથી મોટો ફરક શું?

બંને ટેક્નોલોજીનું કામ ઇન્ટરનેટ આપવાનું છે, પરંતુ તેમની કામગીરી અલગ છે.

WiFi ની સૌથી મોટી ખાસિયત તેની રેન્જ છે. તેનો સિગ્નલ દિવાલો પાર કરીને પણ આખા ઘરમાં પહોંચે છે.
જ્યારે LiFi ફક્ત ત્યાં સુધી જ કામ કરે છે જ્યાં સુધી પ્રકાશ પહોંચે છે. જો લાઇટ બંધ થઈ જાય તો ઇન્ટરનેટ પણ બંધ થઈ શકે છે.
પરંતુ LiFi ને વધુ સુરક્ષિત માનવામાં આવે છે, કારણ કે તેનો સિગ્નલ સરળતાથી રૂમની બહાર નથી જતો. ઉપરાંત તેની સ્પીડ WiFi કરતાં ઘણી વધુ હોવાનું કહેવાય છે. તેથી ઘણા લોકો તેને ઇન્ટરનેટનું ભવિષ્ય પણ કહી રહ્યા છે.

કઈ ટેક્નોલોજી ક્યાં વધુ ઉપયોગી?

જો ઘર, ઓફિસ અથવા દુકાનમાં દરેક જગ્યાએ ઇન્ટરનેટ જોઈએ તો WiFi વધુ સારું માનવામાં આવે છે. પરંતુ જ્યાં વધુ સ્પીડ અને વધુ સુરક્ષાની જરૂર હોય ત્યાં LiFi ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. હોસ્પિટલ, એરક્રાફ્ટ અને રિસર્ચ સેન્ટર જેવી જગ્યાઓ પર LiFi નો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે ત્યાં રેડિયો સિગ્નલ ઘણી વખત સમસ્યા ઊભી કરી શકે છે.

હાલમાં LiFi નવી ટેક્નોલોજી હોવાથી તેનો વ્યાપક ઉપયોગ હજુ શરૂ થયો નથી. પરંતુ આવનારા સમયમાં WiFi અને LiFi બંને મળીને ઇન્ટરનેટની દુનિયાને વધુ ઝડપી અને સ્માર્ટ બનાવી શકે છે.

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
MG Hector Tomahawk EV ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Fact Check: હવે તમામ સરકારી બેંકો દર શનિવારે રહેશે બંધ? જાણો સચ્ચાઈ
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Embed widget