શોધખોળ કરો

Meta ના સ્માર્ટ ચશ્માએ બદલી નાખી ગેમ, હવામાં ઈશારો કરવાથી ટાઈપ થઈ જશે મેસેજ

Meta Ray-Ban Display Smart Glasses Feature: મેટાના સ્માર્ટ ચશ્મા માટે એક નવું ફીચર રજૂ કરવામાં આવ્યું છે. આ ક્ષમતા સાથે તમે હવામાં ઈશારો કરીને મેસેજ લખી શકશો. આ કામ ફોનને સ્પર્શ કર્યા વિના પૂર્ણ કરી શકાય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મેટાના સ્માર્ટ ચશ્મામાં નવા AI ફીચર્સ, હવામાં મેસેજ ટાઈપ કરો.
  • ન્યુરલ હેન્ડરાઈટિંગ માટે રિસ્ટબેન્ડ હાથના ઈશારા ટ્રેક કરશે.
  • ચશ્મા હવે ડિસ્પ્લે રેકોર્ડિંગ, લાઈવ કેપ્શન, નેવિગેશન પણ આપશે.
  • સ્માર્ટ ગ્લાસિસમાં સ્પર્ધા વધી, મેટા નવીનતા પર ભાર મૂકે છે.

Meta Ray-Ban Display Smart Glasses Feature: ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ ગયા વર્ષે ડિસ્પ્લેવાળા Meta Ray-Ban Display સ્માર્ટ ચશ્મા લાવીને તહેલકો મચાવી દીધો હતો. હવે કંપનીએ વધુ એક ધડાકો કર્યો છે. મેટાએ તેના સ્માર્ટ ચશ્મા માટે નવા AI-પાવર્ડ ફીચર્સની જાહેરાત કરી છે. જેમાં સૌથી ખાસ 'ન્યુરલ હેન્ડરાઈટિંગ'નું ફીચર છે. આની મદદથી યુઝર હવામાં હાથ હલાવીને મેસેજ ટાઈપ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ માટે ફોનને ખિસ્સામાંથી પણ કાઢવાની જરૂર નહીં પડે. માત્ર હવામાં ઈશારા કરીને મેસેજ મોકલી શકાશે.

રિસ્ટબેન્ડથી થશે બધો કમાલ

ન્યુરલ હેન્ડરાઈટિંગનું આખું કામ ચશ્માની સાથે લોન્ચ થયેલા ન્યુરલ રિસ્ટબેન્ડની મદદથી થશે. આ રિસ્ટબેન્ડ યુઝરના હાથના ઈશારાઓને ટ્રેક કરીને ઇનપુટને સમજી શકે છે. એટલે કે જો કોઈ યુઝર હવામાં કંઈક લખવાનો પ્રયત્ન કરશે, તો આ રિસ્ટબેન્ડ તે એક્શનને ફોન પર ટ્રાન્સફર કરી દેશે. આની મદદથી મેસેજ ટાઈપ કરવા અને ઈન્ટરફેસને કંટ્રોલ કરવા જેવા કામ થઈ શકે છે. નવું ફીચર આવ્યા બાદ હવે હવામાં ઈશારા કરીને વોટ્સએપ, મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામ સહિત અનેક એપ્સમાં મેસેજ ટાઈપ કરી શકાશે.

આ પણ વાંચો.. Google Chrome  જાણ કર્યા વગર ડાઉનલોડ કરી રહ્યું છે 4GB AI ફાઇલ, આ છે રોકવા અને ડિલીટ કરવીની રીત 

AI થી હકીકતમાં થઈ રહી છે ફિલ્મી વસ્તુઓ

થોડા સમય પહેલા સુધી હવામાં હાથ હલાવીને મેસેજ ટાઈપ કરવો એ બિલકુલ ફિલ્મી વાત લાગતી હતી. હવે AI આવ્યા બાદ આવી ઘણી વસ્તુઓ હકીકત બની રહી છે. AI ની જેમ રોબોટિક્સના સેક્ટરમાં પણ કમાલ થઈ રહ્યો છે. હવે ફિલ્મોમાં જોવા મળતા રોબોટ અસલી દુનિયામાં આવી રહ્યા છે.

મેટાએ આ ફીચર્સની પણ કરી જાહેરાત

ન્યુરલ હેન્ડરાઈટિંગ ઉપરાંત મેટાએ તેના સ્માર્ટ ચશ્મા માટે અન્ય ઘણા ફીચર્સની પણ જાહેરાત કરી છે. જેમાં ડિસ્પ્લે રેકોર્ડિંગ અને એક્સપાન્ડેડ લાઈવ કેપ્શન સપોર્ટની સાથે નેવિગેશનને પણ બહેતર બનાવવામાં આવ્યું છે. આમાંથી કેટલાક ફીચર્સ પહેલા લિમિટેડ અર્લી એક્સેસમાં ઓફર કરવામાં આવી રહ્યા હતા. ખરેખર, મેટા ઈચ્છે છે કે ડેઈલી લાઈફ માટે તેનું ગેજેટ વધુ ઉપયોગી લાગે. આ ઉપરાંત સ્માર્ટ ચશ્માના સેગમેન્ટમાં વધી રહેલી સ્પર્ધા પણ મેટાને નવા ફીચર્સ લાવવા માટે મજબૂર કરી રહી છે. હાલમાં મેટા આ સેગમેન્ટમાં સૌથી આગળ છે, પરંતુ સેમસંગ, એપલ અને ગૂગલ પણ એન્ટ્રી કરવા માટે તૈયાર છે. સેમસંગ આગામી થોડા દિવસોમાં ગેલેક્સી સ્માર્ટગ્લાસિસ લોન્ચ કરી શકે છે, તો ગૂગલ અને એપલ પણ આ વર્ષે પોતાના સ્માર્ટ ચશ્મા લાવવાની તૈયારીમાં વ્યસ્ત છે.

Frequently Asked Questions

Meta Ray-Ban Display સ્માર્ટ ચશ્મામાં કયું નવું AI-પાવર્ડ ફીચર આવ્યું છે?

Meta Ray-Ban Display સ્માર્ટ ચશ્મામાં 'ન્યુરલ હેન્ડરાઈટિંગ' નામનું નવું AI-પાવર્ડ ફીચર આવ્યું છે. આનાથી યુઝર હવામાં હાથ હલાવીને મેસેજ ટાઈપ કરી શકે છે.

ન્યુરલ હેન્ડરાઈટિંગ ફીચર કેવી રીતે કામ કરે છે?

આ ફીચર ચશ્મા સાથે આવેલા ન્યુરલ રિસ્ટબેન્ડની મદદથી કામ કરે છે. રિસ્ટબેન્ડ હાથના ઈશારાઓને ટ્રેક કરીને ઇનપુટને ફોનમાં ટ્રાન્સફર કરે છે.

ન્યુરલ હેન્ડરાઈટિંગ ફીચરનો ઉપયોગ ક્યાં થઈ શકે છે?

આ ફીચરનો ઉપયોગ વોટ્સએપ, મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામ જેવી અનેક એપ્સમાં મેસેજ ટાઈપ કરવા અને ઇન્ટરફેસને કંટ્રોલ કરવા માટે થઈ શકે છે.

Meta Ray-Ban Display સ્માર્ટ ચશ્મામાં ન્યુરલ હેન્ડરાઈટિંગ સિવાય બીજા કયા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે?

ન્યુરલ હેન્ડરાઈટિંગ ઉપરાંત, ડિસ્પ્લે રેકોર્ડિંગ, એક્સપાન્ડેડ લાઈવ કેપ્શન સપોર્ટ અને બહેતર નેવિગેશન જેવા ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget