શોધખોળ કરો

WhatsAppથી હવે ચેટિંગ જ નહિ પરંતુ રિચાર્જની પણ મળશે સુવિધા, જાણો સ્ટેપ

WhatsApp Phone Recharge: મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp હવે મોબાઇલ નંબર રિચાર્જ કરવાનો વિકલ્પ આપે છે. યુઝર્સ આ એપ દ્વારા Jio, Airtel અને Vi ના પ્રીપેડ નંબર રિચાર્જ કરી શકશે.

WhatsApp Phone Recharge: હવે, ચેટિંગ અને અન્ય કાર્યોની સાથે, તમે તમારા ફોનને WhatsApp દ્વારા પણ રિચાર્જ કરી શકશો. Meta ની માલિકીના આ પ્લેટફોર્મે ભારતમાં એક નવી સુવિધા શરૂ કરી છે, જે તમારા પ્રીપેડ મોબાઇલ નંબરને એપ્લિકેશનમાંથી જ રિચાર્જ કરવાનો વિકલ્પ પ્રદાન કરશે. આનો અર્થ એ થયો કે હવે યુઝર્સ ઓને ચેટિંગ કરતી વખતે રિચાર્જ કરવા માટે PhonePe અને Google Pay જેવી ચુકવણી એપ્લિકેશનો ખોલવાની જરૂર રહેશે નહીં. તેઓ WhatsApp દ્વારા સીધા જ તેમના અથવા તેમના પરિચિત કોઈના ફોન નંબરને રિચાર્જ કરી શકશે. હાલમાં, ફક્ત Jio, Airtel અને Vi ના પ્રીપેડ નંબરો જ આ દ્વારા રિચાર્જ કરી શકાશે. ચાલો જાણીએ કે WhatsApp દ્વારા તમારા ફોનને રિચાર્જ કરવા માટે શું કરવાની જરૂર છે.

WhatsApp પર ફોન રિચાર્જ કેવી રીતે કરશો?

WhatsApp એ તેની હોમ સ્ક્રીન પર રૂપિયા ચિહ્ન (₹) ઉમેર્યું છે. જો તમે રિચાર્જ કરવા માંગો છો, તો આ આઇકન પર ટૅપ કરો. ટૅપ કર્યા પછી “મોબાઇલ રિચાર્જ” વિકલ્પ પસંદ કરો અને જે નંબર પર રિચાર્જ કરવો છે તે  એન્ટર  કરો. ત્યારબાદ નંબરના ઓપરેટરને કન્ફર્મ કરો અને તમારી પસંદગીનો કોઈપણ રિચાર્જ પ્લાન પસંદ કરો. આ કર્યા પછી તમને પેમેન્ટનો વિકલ્પ પૂછવામાં આવશે. તેમાં તમે UPI, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડમાંથી કોઈપણ પસંદ કરી શકો છો. પેમેન્ટ પૂર્ણ કરતા જ તમારો મોબાઇલ નંબર રિચાર્જ થઈ જશે.

એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ માટે આવશે વિકલ્પ

WhatsAppનું આ ફીચર PayU દ્વારા સંચાલિત છે. કંપનીએ જણાવ્યું છે કે, તે આ ફીચર એન્ડ્રોઇડ અને આઇફોન બંને યુઝર્સ માટે લાવી રહી છે. કંપનીએ તેનો રોલઆઉટ શરૂ કરી દીધો છે અને આગામી થોડા અઠવાડિયામાં આ ફીચર તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ જશે. મોબાઇલ રિચાર્જ સિવાય, WhatsApp દ્વારા UPI પેમેન્ટ, બિલ પેમેન્ટ, મેટ્રો ટિકિટ અને અન્ય ફીચર્સનો પણ લાભ લઈ શકાય છે. આ તમામ ફીચર્સ રૂપિયા આઇકન પર ટૅપ કરીને ઍક્સેસ કરી શકાય છે.

WhatsApp Plus ની તૈયારી ચાલી રહી છે

છેલ્લા થોડા સમયથી WhatsApp પર એક પછી એક નવા ફીચર્સ આવી રહ્યા છે, જે દર્શાવે છે કે કંપની હવે તેને માત્ર મેસેજિંગ પ્લેટફોર્મ સુધી સીમિત રાખવા માંગતી નથી, પરંતુ એક ઓલ-ઇન-વન એપ બનાવવાનું વિચારી રહી છે. રિપોર્ટ્સ મુજબ, WhatsApp હવે એક સબ્સ્ક્રિપ્શન પ્લાનની પણ ટેસ્ટિંગ કરી રહી છે, જેને WhatsApp Plus કહેવામાં આવશે. આ પ્લાન સબ્સ્ક્રાઇબ કરનાર યુઝર્સને ઘણા વધારાના ફીચર્સ મળશે. જોકે, WhatsApp પર ચેટિંગ, કોલિંગ અને ફાઇલ શેરિંગ જેવા મૂળભૂત ફંક્શન પહેલાની જેમ મફત જ રહેશે અને તેનો ઉપયોગ કરવા માટે કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં.

ટોપ સ્ટોરી

આજથી કોલિંગના નિયમો બદલાયા! 'કોણ બોલે છે' પૂછવું નહીં પડે, જાણો વિગત
આજથી કોલિંગના નિયમો બદલાયા! 'કોણ બોલે છે' પૂછવું નહીં પડે, જાણો વિગત
AI Fashion App: ઘરના કબાટમાં મુકેલા કપડામાંથી AI બનાવશે નવા આઉટફિટ, Metaની નવી એપ
AI Fashion App: ઘરના કબાટમાં મુકેલા કપડામાંથી AI બનાવશે નવા આઉટફિટ, Metaની નવી એપ
Jio ની દિવાળી ભેટ: માત્ર ₹147 થી શરૂ થતા 4 નવા સસ્તા પ્લાન લોન્ચ, મળશે અનલિમિટેડ કોલિંગ
Jio ની દિવાળી ભેટ: માત્ર ₹147 થી શરૂ થતા 4 નવા સસ્તા પ્લાન લોન્ચ, મળશે અનલિમિટેડ કોલિંગ
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન

વિડિઓઝ

Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું
Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
ભારત પાંચમી T20 હાર્યું: 191 રનનો સ્કોર ડિફેન્ડ ન કરી શક્યા બોલર્સ, જાણો હારના કારણો
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
10 ગ્રામ સોનાની બરાબર પહોંચશે 1 કિલો ચાંદીની કિંમત! 57% ટકાનો કડાકો
10 ગ્રામ સોનાની બરાબર પહોંચશે 1 કિલો ચાંદીની કિંમત! 57% ટકાનો કડાકો
અર્નબ પછી હવે બંગાળની ખાડીમાં આવી રહ્યું છે 'મુરાસુ' વાવાઝોડું, જાણો કયા કયા રાજ્યોને છે જોખમ?
અર્નબ પછી હવે બંગાળની ખાડીમાં આવી રહ્યું છે 'મુરાસુ' વાવાઝોડું, જાણો કયા કયા રાજ્યોને છે જોખમ?
Embed widget