Baba Vanga Danger Prediction: ટેકનોલોજીના વિકાસને લઇને બાબા વેંગાએ કરેલી આ ભવિષ્યવાણી કેમ ચર્ચામાં?
Baba Vanga Danger Prediction: બાબા વેંગા બલ્ગેરિયાની એક મહિલા હતી. એ સમયે તેમણે જે ભવિષ્યવાણી કરી હતી તે હવે ખરેખર હકીકત બનીને લોકોની સામે આવી રહી છે.

Baba Vanga Prediction: બાબા વેન્ગા એક એવી સ્ત્રી હતી, જેણે ભવિષ્યની ઘટનાઓની ઘણી અગાઉથી આગાહી કરી હતી. તેમનો જન્મ 1911 માં થયો હતો અને 1996 માં મૃત્યુ પામ્યા હતા. પરંતુ તેમના મૃત્યુ પહેલા પણ બાબા વેંગાએ આવી ઘણી વાતો કહી હતી, જે આજના સમયમાં સાચી લાગે છે. બાબા વેંગાએ પણ બાળપણમાં એક અકસ્માતમાં આંખોની રોશની ગુમાવી દીધી હતી. ત્યારબાદ તેમનામાં એવી શક્તિ જોવા મળી કે તે ખુદ પોતાની આંખ કઇ ન હતા જોઇ શકતા પરંતુ ભવિષ્યની ઘટનાઓ સ્પષ્ટ જોઇ શકતા હતા. આ બાદ તેમણે તેમણે કરેલી ભવિષ્યવાણીએ શબ્દોમાં અંકિત કરી હતી જે ક્યાંકને ક્યાંક હાલ સાચી સાબિત થઇ રહી છે.બાબા વેંગાની ભવિષ્યવાણીઓમાં ત્રીજા વિશ્વયુદ્ધનો પણ ઉલ્લેખ છે.
AI સંબંધિત બાબા વેંગાની આગાહી
બાબા વેંગાની આગાહીઓ વિશે વધુ ચર્ચા થઈ રહી છે કારણ કે તેમણે કહેલી કેટલીક બાબતો સાચી પડી છે. બાબા વેંગાએ વર્ષો પહેલા કહ્યું હતું કે, એક એવી ટેક્નોલોજી આવશે જે લોકોના રોગોનું નિદાન ડોક્ટરો કરતા વધુ ઝડપથી કરી શકશે. 2024માં ટેક્નોલોજીની દુનિયામાં આવનારા બદલાવથી બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી. આજકાલ, AI ની મદદથી, ઘણી વસ્તુઓ ખૂબ જ ઝડપી ગતિએ થઈ રહી છે.
AI ડૉક્ટરો કરતાં વધુ ઝડપથી કામ કરી રહ્યું છે
આજના સમયમાં AI ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. જો જોવામાં આવે તો મોટાભાગના વિસ્તારોમાં AIનો ઉપયોગ થઈ રહ્યો છે. આરોગ્યથી લઈને શિક્ષણ અને કલાથી લઈને કાયદા સુધીની દરેક બાબતમાં AIનો ઉપયોગ થઈ રહ્યો છે. AI ના કારણે લોકો દરરોજ કંઈક નવું અનુભવી રહ્યા છે. એઆઈનો ઉપયોગ તબીબી નિદાનમાં પણ થઈ રહ્યો છે, કારણ કે કેટલીક જગ્યાએ તે ડૉક્ટર કરતાં વધુ ઝડપથી ડેટાને ઓન પોઈન્ટ પર રાખવામાં સક્ષમ છે.
બાબા વેંગાની ભયંકર ભવિષ્યવાણી
આ સિવાય બાબા વેંગાની બીજી પણ ઘણી ભવિષ્યવાણીઓ છે ,જે સાચી સાબિત થઈ છે. બાબા વેંગાએ બીજા વિશ્વયુદ્ધની પણ ભવિષ્યવાણી કરી હતી, તેણે 2004ની સુનામીની પણ ભવિષ્યવાણી કરી હતી. બાબા વેંગાએ બીજી એવી ડરામણી ભવિષ્યવાણી કરી છે કે 2025માં ત્રીજું વિશ્વ યુદ્ધ થશે.



















