Jio કે BSNL, 100 રૂપિયામાં કઇ કંપનીનો ઇન્ટરનેટ પ્લાન છે બેસ્ટ, જાણી લો ફાયદા વિશે ?
BSNL And Jio 100 Rupees Recharge Plan: જિઓના આ 100 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી 90 દિવસની છે. આ પ્લાનમાં તમને 5 જીબી ડેટા મળી રહ્યો છે

BSNL And Jio 100 Rupees Recharge Plan: જિઓ પર 100 રૂપિયા અને BSNL પર 107 રૂપિયાનો રિચાર્જ પ્લાન છે. Jioના 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને એક ખાસ ઓફર આપવામાં આવી રહી છે. આ પ્લાન સાથે લોકોને Jio Hotstar નું સબ્સ્ક્રિપ્શન પણ મળી રહ્યું છે. ચાલો જાણીએ કે Jio અને BSNL ના આ બે રિચાર્જ પ્લાન વચ્ચે શું તફાવત છે અને કયો પ્લાન તમારા માટે ફાયદાકારક રહેશે.
જિઓનો ૧૦૦ રૂપિયાનો રિચાર્જ પ્લાન
જિઓના આ 100 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી 90 દિવસની છે. આ પ્લાનમાં તમને 5 જીબી ડેટા મળી રહ્યો છે. આ સાથે તમને આ પ્લાનમાં પૂરા ત્રણ મહિના માટે Jio Hotstar નું સબ્સ્ક્રિપ્શન પણ મળી રહ્યું છે. આ સાથે આ પ્લાનનો લાભ લેનારા ગ્રાહકોએ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે માસિક પ્લાન સમાપ્ત થયાના 48 કલાકની અંદર બેઝ પ્લાન રિચાર્જ કરાવવાની જરૂર પડશે, જેથી તેઓ બીજા અને ત્રીજા મહિનામાં પણ Jio Hotstar સબ્સ્ક્રિપ્શનનો લાભ મેળવી શકે.
BSNLનો 107 રૂપિયાનો રિચાર્જ પ્લાન
BSNLનો 107 રૂપિયાનો રિચાર્જ પ્લાન તેનો સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પ્લાન છે. આ પ્લાનમાં યુઝરને 3 જીબી ફ્રી ડેટા મળે છે. આ સાથે 200 મિનિટ મફત લોકલ, એસટીડી અથવા રોમિંગ કોલ કરવાની સુવિધા પણ છે. BSNL ના આ પ્લાનની વેલિડિટી 107 દિવસની છે.
શેમાં છે તમારો ફાયદો ?
BSNL ના પ્લાન સાથે કોઈપણ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન નથી, જ્યારે Jio ના પ્લાન સાથે 90 દિવસનું સબ્સ્ક્રિપ્શન ઉપલબ્ધ છે. BSNL ના પ્લાનમાં 107 રૂપિયામાં 3GB ડેટા મળે છે, જ્યારે Jio ના 100 રૂપિયાના પ્લાનમાં 5GB ડેટા મળે છે. આ હિસાબે, Jioનો પ્લાન વધુ સારો છે. પરંતુ BSNL ના પ્લાનમાં તમને 200 મિનિટ ફ્રી કોલિંગની સુવિધા પણ મળે છે, જે Jio ના રિચાર્જ પ્લાનમાં ઉપલબ્ધ નથી. જો તમે કોલિંગ માટે વધુ સારો પ્લાન ઇચ્છતા હો, તો BSNL તમને વધુ ફાયદા આપી રહ્યું છે.





















