શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ જમીન સામે ખેડૂતને કેટલું વળતર?
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ-થરાદ એક્સપ્રેસ વેની કામગીરી થવાની છે. 213.80 કિલોમીટરનો આ હાઈવે બનાવવા 160 ગામોની જમીન સંપાદન થશે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, આ પ્રોજેક્ટથી 160 ગામોના હજારો ખેડૂતો તેમની આખી જમીન હોલ્ડિંગ ગુમાવશે. એટલે કે તેઓ ભૂમિહીન ખેતમજૂર બનવા તરફ ધકેલાઈ જશે. એક્સપ્રેસ-વે ફેન્સીંગ વાળો હોવાથી જે જમીનના ટુકડા થવાના છે એ ભાગમાંથી બીજા ભાગમાં જવામાં મુશ્કેલી પડશે. સાથે તેઓનો વિરોધ છે કે, હાલના નોટિફિકેશન મુજબ 5થી 6 લાખ રૂપિયા પ્રતિ વિઘે વળતર આપવામાં આવશે તેવી બાંહેધરી અપાઈ છે, તે જ જમીનની બજાર કિંમત 30 લાખથી 2 કરોડ પ્રતિ વીઘા છે. અગાઉ રેલવે, હાઈવે, સુજલામ સુફલામ જેવી યોજનામાં જમીન સંપાદન થયું છે. જેના કારણે ગામમાં ખેતીની જમીન ગુમાવી બેસશે તેવો ભય ખેડૂતોએ વ્યક્ત કર્યો છે.
Tags :
Hun To Bolishબધા શો
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement