VIDEO: કોગ્રેસના ધારાસભ્ય નીતેશ રાણેએ એન્જિનિયર પર ફેંક્યુ કાદવ, જુઓ વીડિયો
મુંબઇઃકોગ્રેસના ધારાસભ્ય નીતેશ નારાયણ રાણે અને તેમના સમર્થકોએ એક એન્જિનિયર સાથે ખરાબ વ્યવહાર કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇ દ્ધારા જાહેર કરાયેલા એક વીડિયો અનુસાર, ધારાસભ્ય અને તેમના સમર્થકોએ એન્જિનિયર પ્રકાશ શેડેકર પર કાદવ ફેંક્યો હતો અને પુલ સાથે બાંધી દીધો હતો. ધારાસભ્ય નિતેશ રાણેનો આ વીડિયો કાંકાવલીમાં મુંબઇ-ગોવા હાઇવે પાસે બનેલા એક પુલ પાસેનો છે. આ ઘટના બની ત્યારે એન્જિનિયર હાઇવે પર ખાડાઓનું નીરિક્ષણ કરી રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્યો અને તેના સમર્થકોએ એન્જિનિયર સાથે ખૂબ ચર્ચા કરી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક લોકો એન્જિનિયર પર કાદવ ફેંકી રહ્યા છે. બાદમાં એન્જિનિયરને પકડીને પુલ સાથે દોરડાથી બાંધી દીધો હતો.





















