Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સના દૂષણનું દહન
ગઈ કાલે જ 10 માથાવાળા રાવણ નામના દૂષણનું આપણે દહન કર્યું, પણ જ્યારે રાવણ નામનું પાત્ર હતું, ત્યારે કદાચ ડ્રગ્સ નામનું દૂષણ નહોતું. બાકી, એ 10 માથા કરતાં મોટું માથું કોઈ બનતું ને દૂષણનું, તો એ ડ્રગ્સનું હતું. છેલ્લા કેટલાક વર્ષોની અંદર ડ્રગ્સનું દૂષણ આપણી આખી પેઢીને બરબાદ કરી રહ્યું છે. જો કેટલાક અંશે એ ડ્રગ્સ પકડાય છે, પોલીસ પકડે છે, અલગ અલગ એજન્સીઓ પકડે છે અને ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમના આયોજન અંતર્ગત ભરૂચમાં ગુજરાત પોલીસે અલગ અલગ 442 ગુનાઓમાં જપ્ત કરેલ અંદાજિત 8000 કિલો અને 381 કરોડથી વધુ રકમનું ડ્રગ્સ અને ગાંજાનો જ નાશ કરાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દહેજની બેઇલ કંપનીમાં જપ્ત કરાયેલ ડ્રગનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો. સાથે જ રાજ્યમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો પણ સત્તાવાર રીતે પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી.





















