Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
આજથી ફાસ્ટેગના એન્યુઅલ પાસનો થયો પ્રારંભ... એક્સપ્રેસ વે અને હાઇવે પર મુસાફરોની સુવિધા માટે કેન્દ્ર સરકારે વાર્ષિક ફાસ્ટેગ પાસની શરૂઆત કરી છે....ફક્ત 3,000 રૂપિયામાં લોકો એન્યુઅલ પાસ ખરીદી શકશે અને આખા વર્ષ દરમિયાન ટોલ-ફ્રી મુસાફરીનો લાભ લઈ શકશે....આખો વર્ષ અથવા ફક્ત 200 ટ્રિપ્સ માટે આ પાસ માન્ય રહેશે. જોકે, આ પાસ દરેક રસ્તા પર વાપરી શકાશે નહીં....પરિવહન મંત્રાલય અનુસાર, આ પાસ ફક્ત નેશનલ હાઈવે અને રાષ્ટ્રીય એક્સપ્રેસ વે પર જ લાગુ થશે....આ પાસ રાજ્ય સરકારો, સ્થાનિક સંસ્થાઓ સંચાલિત એક્સપ્રેસવે, રાજ્ય ધોરીમાર્ગ વગેરેના ટોલ પ્લાઝા અથવા પાર્કિંગ સ્થળોએ કામ કરશે નહીં....આ સ્થળે ફાસ્ટેગ પહેલાની જેમ જ કામ કરશે અને જ્યાં જરૂર હોય ત્યાં ફાસ્ટેગમાંથી પૈસા કાપવામાં આવશે....ફાસ્ટેગ વાર્ષિક પાસ ફક્ત ખાનગી કાર, જીપ અથવા વાન શ્રેણીના બિન-વાણિજ્યિક વાહનોને અપાશે...ટેક્સી-કેબ, ટ્રક, મીની-ટ્રક અથવા બસ જેવા વાણિજ્યિ વાહનોને આ પાસ નહીં મળે....કોઈ પણ વાહન ચાલક માત્ર ત્રણ દિવસમાં નવો ફાસ્ટટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકશે.....નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને રાજમાર્ગ યાત્રા નામની મોબાઈલ એપ પરથી માત્ર બે કલાકમાં પાસ એક્ટિવ થઈ જશે....





















