Hun To Bolish : હું તો બોલીશ : ઘાટ કરતા ઘડામણ મોંઘું
અમદાવાદમાં સુભાષ બ્રિજ પાસે સૌથી મોટી આધુનિક RTO કચેરી બનવા જઈ રહી છે. પરંતુ અહીં કોન્ટ્રાક્ટર અને R&Bના વિવાદ વચ્ચે કામ ટલ્લે ચડ્યું છે જેના કારણે જે કામ 39 કરોડમાં થવાનું હતું તેનો ખર્ચ વધીને 55 કરોડે પહોંચ્યો છે. આ આરોપ કોંગ્રેસ લગાવ્યો છે. RTOનું જૂનું બિલ્ડિંગ તોડીને નવું બનાવવામાં માટે સપ્ટેમ્બર 2020માં વર્ક ઓર્ડર અપાયો હતો એક વર્ષ પછી નવેમ્બર 2021માં બ્લિડિંગનું કામ શરૂ કરાયું. કોન્ટ્રાક્ટરે 11 મહિનામાં બિલ્ડિંગનું કામ પૂરું કરવાનું કહ્યું હતું...પણ ખર્ચ વધવા છતાંય આ 4 વર્ષે પણ આ બ્લિડિંગ તૈયાર થઈ શક્યું નથી. વાત એવી છે કે, નવી આરટીઓના 4 માળના બિલ્ડિંગમાં મોટા ભાગનું કામ તૈયાર થઈ ગયું છે...પણ બહારની બાજુએ શેડની નીચે પ્રિ-એન્જિનિયરિંગ રૂફ સ્ટ્રક્ચરની ડિઝાઈન અને સ્પાઈડર ગ્લેઝિંગની ડિઝાઈન મુદ્દે કોન્ટ્રાક્ટર અને R&B વિભાગ વચ્ચે વિવાદ ચાલે છે. એક વર્ષ પહેલા પ્રિ-એન્જિનિયરિંગ રૂફ સ્ટ્રક્ચરની ડિઝાઈનને મંજૂરી મળી હતી. પરંતુ પાછળથી તેને રદ કરીને સસ્પેન્ડેડ સ્પાઈડર ગ્લેઝિંગની ડિઝાઈન કરવા જાણ કરાઈ હતી..પરંતુ કોન્ટ્રાક્ટરે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. જેનો વિવાદ વકરતા R&B વિભાગે વાહનવ્યવહાર કમિશનર કચેરીની જાણ બહાર સસ્પેન્ડેડ સ્પાઈડર ગ્લેઝિંગની ડિઝાઈન કરવા તાજેતરમાં જ ટેન્ડર બહાર પાડ્યું હતું..પરંતુ આ કામને સહકાર નહીં મળતા હવે વિભાગે ફરી સસ્પેન્ડેડ સ્પાઈડર ગ્લેઝિંગનું કામ કરવા કોન્ટ્રાક્ટરને પત્ર લખ્યો છે. એટલે કે એક વર્ષ પહેલા જે વિવાદના કારણે સમય અને નાણાનો જે વ્યય થયો એ વાત ફરી ત્યાં જ આવીને અટકી. બીજી બાજુ આ મુદ્દે કમિશનરે ખર્ચ વધવા મુદ્દે અને માત્ર બે માળની જરૂર હોવા છતાં 4 માળ બનાવવા બદલ R&B પાસે સ્પષ્ટતા માંગી છે. જો કે, મહત્વની વાત એ છે કે, નવી RTO કચેરી ન બનવાના કારણે બાજુના બિલ્ડિંગમાં ભાડે કચેરી ચાલે છે...જેનું મહિને ભાડું 14 લાખ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યું છે. અને અત્યારસુધીમાં અંદાજે 9 કરોડથી વધુ રકમ માત્ર ભાડામાં ચૂકવાઈ ચૂકી છે. ડિસેમ્બર 2024માં અમે આ જ મુદ્દે કોન્ટ્રાક્ટર અને RTO અધિકારી સાથે વાત કરી હતી, ત્યારે કોન્ટ્રાક્ટરનું કહેવું હતું કે, આર એન્ડ બીના એક ઇજનેર ની હેરાનગતિને કારણે કામમાં વિલંબ થઈ રહ્યો. સમયસર જમીનનું પોઝિશન ન મળતા બિલ્ડીંગ મટીરીયલ અને લેબર ખર્ચમાં અંદાજિત 60 થી 70%નો વધારો થયો છે. RTO અધિકારીનું કહેવું હતું કે, આરટીઓ કચેરીનું કામ બંધ થયું નથી. કામ ચાલુ જ છે...





















