Hun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી
સરકાર સાથે ઠગાઇ કરવાની અને લોકોના જીવન સાથે ચેડા કરવાના મોડસ ઓપરેન્ડી સાથે ચાલતી ખ્યાતિ હોસ્પિટલમાં અત્યારસુધી કુલ 112 લોકોએ જુદી જુદી સારવારમાં જીવ ગુમાવ્યા છે. ખ્યાતિકાંડમાં હજુ ભાગેડું કાર્તિક પટેલ પકડાયો નથી. 13 નવેમ્બરે ખ્યાતિકાંડમાં પહેલી ફરિયાદ નોંધાઈ હતી. કાર્તિક પટેલે આગોતરા જામીન અરજી કરી છે.
6 હજાર કરોડનો માસ્ટર માઈન્ડ ભૂપેન્દ્ર ઝાલા હજુ પોલીસ પકડથી દૂર છે....પહેલી ડિસેમ્બરે BZ ગ્રુપ વિરુદ્ધ પહેલી ફરિયાદ નોંધાઈ હતી. આજે 19 દિવસ થઈ ગયા હજુ ભૂપેન્દ્ર ઝાલા પકડાયો નથી.
બનાસકાંઠાનો સુપરઠગ નિરંજન શ્રીમાળી. કે જેણે અસંખ્ય લોકોને ઠગવા માટે નાવ સ્ટાર્ટ વે નામની કંપની ખોલી હતી. 4 ડિસેમ્બરે મહાઠગ સામે ફરિયાદ નોંધાઈ હતી. હજુ સુધી આ મહાશય પકડાયો નથી. આ મહાઠગ 200 દિવસ એટલે કે 6 મહિનામાં એકના ડબલ કરવાની વાતો કરી રૂપિયા ઉઘરાવતો. આવી ડબલની સ્કીમમાં કેટલાય લોભિયાઓ લોભાઈ ગયા. કેટલાકને પૈસા મળ્યા ને કેટલાક વિવાદ પણ થયો. આ ઠગ એસટીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. ભૂતકાળમાં ડ્રો સિસ્ટમ ચલાવતો હતો. દોઢ વર્ષ સુધી સ્કીમ ચાલે...વચ્ચે વચ્ચે ડ્રો થાય તેમાં ઈનામ લાગે. જો દોઢ વર્ષના અંતે ડ્રોમાં ઈનામ ના લાગે તો કોઈ વસ્તુ લેવાની અથવા રૂપિયા લેવાના. ઉદાહરણ તરીકે 18 મહિના સુધી 1-1 હજાર રૂપિયા ભર્યા હોય અને ડ્રોમાં ઈનામ ના લાગે તો છેલ્લે 20 હજાર રૂપિયા મળે અથવા કોઈ વસ્તુ મળે. આ ઠગે ત્યાંથી ઠગવાનું શરૂ કર્યું...બાદમાં ઠગવા માટે આ કંપની ખોલી હતી.