Hun To Bolish : હું તો બોલીશ : કેળવણીની ઉંચી ઉડાન
કેળવણીની ઉંચી ઉડાન. જુઓ આ આદિવાસી બાળકોને. આ વિદ્યાર્થીઓએ તો સ્વપ્ને પણ ન્હોતું વિચાર્યું કે ક્યારેય પ્લેનમાં બેસીને મુસાફરી કરશે. આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી વહીવટી પ્રશાસનનો સંયુક્ત પ્રોજેકટ વિજ્ઞાન સેતુ- તાપી કે તારે અંતર્ગત અનોખા શૈક્ષણિક અભ્યાસ પ્રવાસનું આયોજન કર્યું. જેના ભાગરૂપે તાપી જિલ્લાની 15 સરકારી સરકારી શાળાઓમાંથી 28 તેજસ્વી તારલાઓની પસંદગી કરાઈ. આ વિદ્યાર્થીઓ આજથી ત્રણ દિવસ આંધ્રપ્રદેશ સ્થિત શ્રીહરિકોટના શૈક્ષણિક પ્રવાસે રવાના થયા. સુરતથી હવાઈ માર્ગે ચેન્નઈ. જ્યાંથી ઈસરોના શ્રીહરિકોટામાં આવેલા સતીષ ધવન સ્પેસ સેન્ટર કે જ્યાંથી સેટેલાઈટ લોન્ચ કરાઈ છે ત્યાંના પ્રવાસે લઈ જવાશે. આ શૈક્ષણિક પ્રવાસનો હેતું આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને ઈસરોના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે સીધો અનુભવ અપાવવાનો છે. આ પ્રવાસ તાપી જિલ્લાના આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે માત્ર શૈક્ષણિક અભ્યાસ નહીં પરંતુ જીવનમાં નવી દિશા અપાવનારો સાબિત થશે તે નિશ્ચિત છે.





















