Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે બિહારના મુખ્યમંત્રી ?
બિહાર વિધાનસભાની 243 બેઠક પરની ચૂંટણીની તારીખનું એલાન થઈ ચૂક્યું છે. બે તબક્કામાં યોજાશે બિહાર વિધાનસભાની ચૂંટણી. 6 નવેમ્બરે 121 બેઠક પર પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. 11 નવેમ્બરે 122 બેઠક પર બીજા તબક્કાનું મતદાન યોજાશે. 14 નવેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે. ચૂંટણીપ્રક્રિયા 40 દિવસ ચાલશે.
ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પત્રકાર પરિષદ દરમિયાન જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, બિહારમાં 40 દિવસ સુધી ચાલનારી ચૂંટણી પ્રક્રિયા બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે 121 બેઠકો માટે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે 122 બેઠકો માટે થશે. રાજ્યના રાજકીય ભવિષ્યનો ફેંસલો 14 નવેમ્બર, 2025 ના રોજ મત ગણતરી બાદ જાહેર કરવામાં આવશે. આ જાહેરાત સાથે જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને રાજકીય પક્ષોમાં ચૂંટણી પ્રચારની ગતિવિધિઓ તેજ બની છે. આ ઉપરાંત, ચૂંટણી પંચે 7 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરી છે.





















