Hun To Bolish : હું તો બોલીશ : કોણે છોડવું પડશે અમેરિકા?
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બની ચુક્યા છે. સોમવારે શપથ લેતાની સાથે જ તેમણે એક મોટી જાહેરાત કરી છે. જેને કારણે ત્યાં રહેતા ભારતીયોની ચિંતા વધી ગઈ છે. શપથ બાદ ટ્રમ્પે અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં ગેરકાયદેસર વસાહતીઓનો પ્રવેશ રોકવા અને સરહદ પર સુરક્ષા કડક કરવા જેવા આદેશો હતા. શપથ દરમિયાન પણ ટ્રમ્પે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને અમેરિકામાંથી બહાર કાઢવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ખૂબ જ ટૂંક સમયમાં અમેરિકાના ઈતિહાસનું સૌથી મોટું દેશનિકાલ અભિયાન શરૂ થશે....તેમણે ગેરકાયદે ઇમિગ્રેશનને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. આવો સાંભળી લઈએ તેમણે ઈમિગ્રેન્ટ્સને લઈને શું કહ્યું હતું..
મેક્સિકો અને એલ સાલ્વાડોર બાદ સૌથી વધારે પ્રવાસીઓની અમેરિકામાં સંખ્યા ભારતની છે. અમેરિકાની કુલ વસ્તીમાં ગેરકાયદેસર પ્રવાસીઓની સંખ્યા 3.3 ટકા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશની અસર હજારો ભારતીયો પર પડી છે. જેઓ ટેમ્પરરી વર્ક વિઝા, ડિપેન્ડન્ટ વિઝા, સ્ટડી વિઝા, વિઝિટર વિઝા. અથવા શોર્ટ ટર્મ બિઝનેસ અથવા ટૂરિસ્ટ વિઝા પર અમેરિકામાં છે. તેમના પર દેશ નિકાલની તલવાર લટકી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે એટલે કે, મંગળવારે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે 308 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી છે.. અમેરિકાના દરેક ભાગમાંથી આ ધરપકડો કરવામાં આવી છે. આમાંના મોટાભાગના ગેરકાયદેસર વસાહતીઓ ગુનેગારો છે. કેટલાક પર અપહરણ, હત્યા અને બળાત્કારનો આરોપ છે.. ઇમિગ્રેશન અધિકારીઓએ દેશ માટે જોખમ ઊભું કરનારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવાનું શરૂ કરી દીધું છે. તેમની વસ્તી 7 લાખથી વધુ છે....અમેરિકાના ઘણા રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે...અને મોટા પાયે ઈમિગ્રન્ટ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે.





















