Hun To Bolish : હું તો બોલીશ : કયું પનીર પ્યોર?
પાટણના સિદ્ધપુરમાંથી ઝડપાયું શંકાસ્પદ પનીર. રિયલ ડેરી ઈન્ડસ્ટ્રીઝ નામની પેઢીમાંથી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે 103 કિલો શંકાસ્પદ પનીરના જથ્થા સાથે 25 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે પનીર, દૂધ, દહીં, અને એસિટીક એસિડના પાંચ જેટલા નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા.
સુરતના વરાછામાં ઝડપાયું શંકાસ્પદ પનીર. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખી તાસની વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો. આ દરમિયાન શંકાસ્પદ પનીરનો 150 કિલો જથ્થો મળી આવ્યો. આરોગ્ય વિભાગ પનીરના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા. જ્યારે વરાછા પોલીસે ત્રણ આરોપીની અટકાયત કરી.
ભેળસેળયુક્ત પનીરનો 1 હજાર 500 કિલો જથ્થો અમદાવાદથી જપ્ત કરવામાં આવ્યો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોર્ડે કુબેરનગરની દ્વારકેશ ડેરી પર દરોડા પાડ્યા. જ્યાંથી ભેળસેળયુક્ત પનીર બનાવવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો. ભેળસેળિયું પનીર બનાવવા વપરાતું પામોલિન ઓઇલ, ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ એસિટિક એસિડ સહિતની સામગ્રી ડેરીમાંથી જપ્ત કરવામાં આવી. એટલું જ નહીં ડેરી પાસે લાઇસન્સ હતું પણ પનીરમાં મોટાપાયે ભેળસેળ કરવામાં આવતી હતી. ડેરીના સંચાલક જિજ્ઞેશ બારોટને સાથે રાખી પનીર, પામોલિન તેલ, ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ એસિટિક એસિડના નમૂના લેવામાં આવ્યા.. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ પનીર ખાવાલાયક ન હોવાનું સામે આવ્યું.. ત્યારે લેબના રિપોર્ટ બાદ કાયદા મુજબ વધુ કાર્યવાહી હાથ ધરાશે..





















