Hun To Bolish । અમને જીવવા દો । abp Asmita
Hun To Bolish । અમને જીવવા દો । abp Asmita
રાજકોટ અગ્નિકાંડની SIT તપાસ કરી રહી છે... ગઈકાલે SITએ પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો હતો...એવામાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સવાર અને સાંજ એમ 2 વખત બેઠક યોજી...બેઠકમાં SITના વડા સુભાષ ત્રિવેદી... DGP વિકાસ સહાય... રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર અને પોલીસ કમિશ્નર સહિતના અધિકારી હાજર રહ્યા...જો કે, રાજકોટ અગ્નિકાંડના abp અસ્મિતાના દરેક અહેવાલ પર SITના વડા સુભાષ ત્રિવેદીએ સત્યતની મહોર મારી....abp અસ્મિતાએ કહ્યું હતું કે રહેણાંકના પ્લોટમાં કોમોર્સિયલ એક્ટિવિટી થઈ... SITના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે NA કરાવેલી જગ્યા ન હતી.... abp અસ્મિતાએ કહ્યું હતું કે TRP ગેમઝોનમાં પેટ્રોલ - ડીઝલનો જથ્થો હતો... SITના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું કે પેટ્રોલ - ડીઝલની મંજૂરી અંગે તપાસ ચાલે છે... abp અસ્મિતાએ કહ્યું હતું કે રાજકોટના 2021થી અત્યાર સુધીના તમામ અધિકારીની પૂછપરછ થશે... SITના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું 2 દિવસમાં તમામ અધિકારીને નિવેદન માટે બોલાવવામાં આવશે...અને સસ્પેન્ડ થયેલા અધિકારીઓ સામે નોંધાશે પોલીસ ફરિયાદ