Hun To Bolish : હું તો બોલીશ : નર્મદા માતાના પાપી કોણ ?
રાજકોટના જેતપુરમાં પણ પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે. જેતપુર સાડી અને ડ્રેસ પ્રિન્ટિંગ માટે વિશ્વ પ્રખ્યાત છે. હવે આ જ એકમોના સંચાલકો ગંદૂ કેમિકલયુક્ત પાણી નદીમાં છોડી રહ્યા છે. લુણાગરા અને કેરાળી પાસે આવેલ ભાદર નદીના પુલ પાસે નદીમાં સફેદ કેમિકલના ફીણ જોવા મળ્યા. પ્રદૂષણ માફિયાઓ પર નિયંત્રણ ન હોવાને કારણે ખેડૂતો પણ આ પાણીનો ઉપયોગ નથી કરી શકતા. ભાદર નદીમાં ચોમાસા દરમિયાન દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે. જેથી આસપાસના વિસ્તારના ખેડૂતો અને માલધારીઓ હેરાન થાય છે. માલધારીઓ ઢોરને પાણી નથી પીવડાવ શકતા. ખેડૂતો ખેતી માટે નદીનું પાણી નથી વાપરી શકતા... આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી. પરંતુ આજ દીન સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. GPCB કોઈ યોગ્ય પગલા લે તો ભાદર નદીના પાણીનો ઉપયોગ થઈ શકે..





















