Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
સુરતમાં છૂપા કેમેરાથી સાવધાન
સુરતમાં જાણીતા હોટલ ગ્રુપમાં બની એક શરમજનક ઘટના... પીપલોદમાં આવેલી કે.એસ.ચારકોલ રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમના વેન્ટિલેશનની જાળીમાં મોબાઈલથી રેકોર્ડિંગ કરાતો હોવાનો ઘટસ્ફોટ થયો... આ રેકોર્ડિંગ અન્ય કોઈ નહીં પણ હોટલનો જ સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણા કરતો હતો.. રેસ્ટોરન્ટમાં આવેલી એક મહિલા ગ્રાહક વોશરૂમમાં પ્રવેશતા જ તેની નજર વેન્ટિલેશનની જાળી પર પડી હતી.. મહિલા ગ્રાહકે સાવધાની પૂર્વક જોતા વેન્ટિલેશનની જાળી પર એક મોબાઈલ ફોન છુપાવવામાં આવ્યો હતો.. અને વીડિયો રેકોર્ડિંગ ચાલુ હતુ.. મોબાઈલ જોતા જ મહિલાએ બુમાબુમ કરી હતી.. જેને લઈને રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.. મહિલાએ સમગ્ર ઘટના અંગે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટને જાણ કરી.. રેસ્ટોરન્ટના મેનેજમેન્ટે જાણ કરતા ઉમરા પોલીસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી.. તપાસ દરમિયાન પુરૂષ સફાઈકર્મીઓએ મહિલા વોશરૂમની સફાઈ કરી હોવાની વિગતો સામે આવી... જેને લઈને પોલીસે તમામ સફાઈકર્મીઓની પૂછપરછ શરૂ કરતા ઝારખંડનો રહેવાસી સુરેન્દ્ર રાણા સફાઈકર્મી ફરાર થઈ ગયો હતો.. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે આરોપી સફાઈકર્મી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરીને તપાસ કરી..
=====================
પોરબંદરમાં શી ટીમની કાર્યવાહી
આ તરફ પોરબંદરના લોકમેળામાં મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારતા શખ્સો સામે મહિલા પોલીસની શી ટીમે કરી લાલ આંખ... મોબાઈલ ફોનમાં વીડિયો ઉતારતા શખ્સોના મોબાઈલમાંથી પોલીસની શી ટીમે સ્થળ પર જ વીડિયો ડિલીટ કરાવ્યા.. આટલું જ નહીં તમામને ઉઠક-બેઠક કરાવી કાયદાનું ભાન પણ કરાવ્યું..
=====================.
રાજકોટની હોસ્પિટલના વીડિયો વાયરલ
ગત જાન્યુઆરીમાં રાજકોટની પાયલ હોસ્પિટલ વિવાદમાં આવી હતી... અહીં હોસ્પિટલના CCTV હેક થયા હતાં... CCTV હેક કરી આરોપીઓએ મહિલા દર્દીના આપત્તિજનક વીડિયો વાયરલ કર્યા હતા..20 જાન્યુઆરીએ હોસ્પિટલના CCTV કેમેરા હેક કરવામાં આવ્યા હતા...આ વાતની જાણ હોસ્પિટલના સંચાલકોને હતી, એટલા માટે એ જ દિવસે પાસવર્ડ બદલી નંખાયો હતો.CCTV હેક થયા હોવા છતાં સંચાલકોએ પોલીસને કોઈ જાણ નહતી કરી... જોકે બાદમાં તપાસ થઈ અમદાવાદ સાયબર ક્રાઈમમાં ગુનો નોંધાયો અને ચંદ્રપ્રકાશ નામના આરોપીને ઉત્તર પ્રદેશથી જ્યારે પ્રજ પાટીલ અને પ્રજ્વલ તેલી નામના આરોપીને મહારાષ્ટ્રના સાંગલી અને લાતુરથી દબોચી લેવાયા..પ્રજવલ તેલી સમગ્ર કાંડનો માસ્ટર માઈન્ડ છે..જ્યારે પ્રજ પાટીલ રૂપિયા લઈ ટેલિગ્રામ ચેનલ પર વીડિયો અપલૉડ કરતો.





















