(Source: ECI | ABP NEWS)
Hun To Bolish : હું તો બોલીશ : પૂજા આથમતા સૂરજની
Hun To Bolish : હું તો બોલીશ : પૂજા આથમતા સૂરજની
આપણે ગુજરાતીઓ, તમામ પ્રદેશ, તમામ ધર્મ, તમામ સંપ્રદાયના પરંપરાઓ અને તેહવારોને માન સન્માન આપીએ છીએ, ઉજવણી કરવામાં માનીએ છીએ. ઉત્તર ભારતીઓનું આજે પર્વ હતું. છઠ પૂજા એટલે કે આથમતા સુરજને અર્ધ ચડાવવાનો ઉત્સવ. કેમ કે આપણા પ્રદેશમાં મોટી સંખ્યામાં બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો આવીને વસ્યા છે. ત્યારે તેમના પર્વની રંગે ચંગે સુરત અને અમદાવાદમાં ઉજળવણી થઈ, સુરતમાં સૂર્યપુત્રી તાપીના કિનારે અને અમદાવાદની અંદર પવિત્ર સાબરમતીના રિવર ફ્રંટ પર છઠ પૂજા માટે ખાસ આયોજન કરાયું હતું. છઠને લઈ કઠોર અને પવિત્ર ઉપવાસમાં એક માનવામાં આવે છે. છઠ જે છે ને એ કઠોર વ્રત કહેવામાં આવે છે. છઠ્ઠના ત્રીજા દિવસે અસ્ત થતા સૂર્ય ભગવાનને અર્ધ અર્પિત કરવાની પરંપરા છે. ઉપવાસ કરતી સ્ત્રીઓ કમર સુધી પવિત્ર પાણીમાં ઊભા રહે છે, ભક્તિ ભાવથી સૂર્ય ભગવાનની પૂજા કરે છે. અર્ધ અર્પિત કરવા માટે એક વાસણ પાણીમાં ભરવામાં આવે છે. તેમાં કાચા દૂધ, લાલ ચંદન, ફૂલો, અખંડ ચોખા, દાણા અને કુષ ઘાસના થોડા ટીપા ઉમેરવામાં આવે છે. ત્યારબાદ મંત્રોનો જાપ કરતી વખતે સૂર્ય ભગવાન સમક્ષ ધીરે ધીરે જળ અર્પિત કરવામાં આવે છે. અર્ધ અર્પિત કર્યા પછી ઉપવાસ કરતી સ્ત્રીઓ દોરા અને સુપડીમાં રાખેલો પૂજાનો સામગ્રી સાથે સૂર્ય ભગવાન અને ચઠમૈયાની ધાર્મિક પૂજા કરે છે અને આજ તો છે આપણી ભારતીય સંસ્કૃતિ, પ્રદેશ કોઈપણ હોય, ઉજવણી તો પરંપરા પ્રમાણે જ થાય, એ બિહાર હોય કે મારો ગુજરાત.





















