Hun To Bolish : હું તો બોલીશ : જીવ જાય પછી જ જાગશો?
Hun To Bolish : હું તો બોલીશ : જીવ જાય પછી જ જાગશો?
વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસે પણ રેસ્ક્યુ અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી.. બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 20 પર પહોંચ્યો છે...હજુ એક વ્યક્તિ લાપતા છે....સતત ત્રીજા દિવસે NDRF, SDRF ટીમો બચાવ અને રાહત કામગીરી ચાલુ રાખી...આજે બે ટ્રકને મહીસાગર નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા..બ્રિજ દુર્ઘટના બાદ વડોદરા શહેરના 43 બ્રિજનો સર્વે કરવામાં આવ્યો.. ખુદ મહાનગરપાલિકા કમિશનર અરૂણ મહેશ બાબુએ અધિકારીઓ સાથે મોટાભાગના બ્રિજની મુલાકાત લીધી હતી....43 પૈકી 41 બ્રિજ યોગ્ય હોવાનો રિપોર્ટ આવ્યો છે.. જ્યારે સયાજી બાગમાં આવેલો એક બ્રિજ અને જાંબુઆ પાસેનો જુનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી બંન્ને બ્રિજને બંધ કરાયા છે.. આગામી ત્રણ દિવસમાં ફરીથી તમામ બ્રિજનું ફરી વખત રિ-સર્વે કરવામાં આવશે.. તેનો રિપોર્ટ રાજ્ય સરકારને મોંકલવામાં આવશે....બીજી તરફ વડોદરા જિલ્લાના સિંધરોટથી બોરસદ-આણંદ તરફનો સિંધરોટ બ્રિજ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.. સિંધરોટ બ્રિજ 35 વર્ષ જુનો છે.. બ્રિજમાં અનેક જગ્યાએ પીલર અને સ્લેબમાં તિરાડો અને ગાબડા પડી ગયા છે.. સળીયા પણ સડી ગયા છે.....સિંધરોટ બ્રિજ પર ફક્ત નાના વાહનોની જ અવર જવર ચાલુ રખાઈ છે....
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સસ્પેન્ડેડ ઈજનેરનો ઉધડો લેવાયો...જે મુજપુર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદ સિંહ પરમારનું કાર્યપાલક ઈજનેર નાયકાવાલા સાંભળતા નહોતા...તેને જ જિલ્લા પંચાયતના સભ્યએ સંભળાવી દીધુ....રજૂઆત બાદ પણ કોઈ પગલા ન લેવાતા દુર્ઘટના ઘટી તેમ કહી ખખડાવ્યા...2022માં હર્ષદસિંહ પરમારે બ્રિજ અંગે કરી હતી લેખિત રજૂઆત....ગઈકાલે એન.એમ.નાયકાવાલાને કરાયા હતા સસ્પેન્ડ





















