શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ધબકતું થયું ગામ

Hun To Bolish : હું તો બોલીશ : ધબકતું થયું ગામ

દિવાળીનો તહેવાર એક એવો તહેવાર છે જ્યારે આખું વર્ષ ધબકતા શહેરો સુમસામ થઈ જાય છે અને ગામડાઓ ધબકવા લાગે છે કારણકે શહેરોમાં વસતા મોટા ભાગના લોકો પોતાના વતનની વાટ પકડે છે......

સરઢવ, ગાંધીનગર

સૌથી પહેલા વાત કરીએ ગાંધીનગરના સરઢવ ગામની..આ ગામ અમદાવાદથી ફક્ત 30 કિલોમીટર દૂર છે...સરઢવ ગામમાંથી લગભગ 2000 લોકો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, નોર્વે જેવા દેશમાં વર્ષોથી વસવાટ કરે છે..તો દીકરા દીકરીઓના સારા ભણતર માટે કેટલાક લોકો અમદાવાદ, સુરત, મુંબઈ જેવા મોટા શહેરો તરફ વળ્યા છે...જેના કારણે આ ગામમાં 40 થી 50 ટકા મકાનોમાં તાળા જોવા મળે છે...આમ તો સરઢવ ગામ વિકસિત ગામ છે આ ગામમાં હોસ્પિટલ છે, આ ગામમાં સારી સ્કૂલ પણ છે તેમ છતા શહેરી કરણનો ક્રેઝ અહીં પણ જોવા મળે છે... સામાન્ય દિવસોમાં આ ગામમાં સન્નાટો પ્રસરી જાય છે ખેતરોમાં કામ કરવા માટે પરિવારને મજૂરો શોધવા પડે છે

પણ આ બધા વચ્ચે કહેવાય છે કે સંસ્કૃતિ અને સભ્યતાને અનેક પરિવારો આજે પણ ભૂલ્યા નથી. અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયામાં રહેતા પરિવારો આજે પણ દિવાળીના તહેવારમાં સમય કાઢી પોતાને ગામ એટલે કે સરઢવ આવે છે તેઓ કહે છે કે પૈસા કમાવાની શોધમાં દીકરા દીકરીઓને સારી જિંદગી આપવાની શોધમાં વિદેશમાં વસવાટ કર્યો પણ માનવતા અને સંસ્કૃતિના મૂલ્યો ભારત અને ખાસ કરીને ગુજરાત જેવા ક્યાંય ના મળે..પોતાના ગામ એટલા માટે આવે છે કારણકે આવો પ્રેમ ક્યાંય નથી મળતો..અહીં માણસો એકબીજાને ઓળખે છે વાર તેહવારમાં ભેગા થઈ તહેવાર મનાવે છે.

ચાંદણકી ગામ,બહુચરાજી, મહેસાણા

હવે વાત કરીએ એક એવા ગામની જ્યાં આમતો વસ્તી એક હજારથી ઉપર બોલાય છે પણ સામાન્ય દિવસોમાં અહીં 35-40 લોકો જ ગામમાં જોવા મળે..અને એ પણ વડીલો..હું વાત કરી રહ્યો છે મહેસામાના બહુચરાજીના ચાંદણકી ગામની જ્યાં મોટા ભાગના યુવાનો રોજગારી માટે અમદાવદ, મુંબઈ, સુરત, વલસાડમાં સ્થાયી થયા છે...તો કેટલાક પરિવારો  અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતના દેશોમાં વસવાટ કરે છે..મોટાભાગના મકાનોમાં તાળા લાગેલા જોવા મળે છે3

આમ તો સામાન્ય દિવસોમાં માત્ર વૃદ્ધો જ ગામના ઓટલા પર બેઠેલા જોવા મળતા હોય છે. પણ નૂતન વર્ષના તહેવાર પર દરેક ઘરના તાળા ખૂલ્યા છે, અને વૃદ્ધોની સાથે ગામની શેરીઓમાં યુવાનો પણ જોવા મળે છે. જેના કારણે વૃદ્ધોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. ગરબા કરી એકબીજાને મીઠાઈ ખવડાવી લોકોએ તહેવારોની ઉજવણી કરી 

(બાઈટ વોકથ્રું)

----------------------------------------------
વેરાબર ગામ, સાબરકાંઠા

હવે વાત કરીએ સાબરકાંઠાના ઈડર તાલુકાના વેરાબર ગામની..જયાં મોટાભાગના પરિવારો આર્થિક ઉપાર્જન માટે અન્ય શહેરોમાં વસ્યા છે...અંદાજીત ત્રણ હજારની વસ્તી ધરાવતું આ ગામમાં સામાન્ય દિવસોમાં સ્થાનિક લોકોની સંખ્યા નહિવત જોવા મળતી હોય છે...હાલમાં 65 ટકા કરતા વધુ લોકો અન્ય શહેરમાં વસ્યા છે..જેના પગલે અનેક મકાનોમાં ખંભાતી તાળ લટકતા જોવા મળે છે...

જો કે  તહેવાર ટાણે તમામ લોકો પોતાના વતન વેરાબર ખાતે તહેવારની ઉજવણી માટે આવતા હોય છે...જેને લઈને દિવાળીમાં ફરી ગામ જીવંત બની જાય છે...ગામમાં આવી લોકો પોતાની બાળપણની યાદો તાજા કરતા હોય છે... બાળકો પણ એકબીજા પરિવાર સાથે પરિચિત બનતા હોય છે અને આનંદની અનુભૂતિ કરતા હોય છે જોકે ગામના અનેક મકાનોમાં ખંભાતી તાળા લટકતા જોવા મળતા હતા તે આજે ખુલ્લા જોવા મળી રહ્યા છે...  

-----------------------------
ધાર ગામ, અમરેલી, સાવરકુંડલા 

હવે વાત કરીએ અમરેલી જિલ્લાનાા સાવરકુંડલાના ધાર ગામની..જ્યાં આશરે સાડા ચાર હજારની વસતી છે...પણ સામાન્ય દિવસોમાં ફક્ત 400 થી 500 લોકો ગામમાં જોવા મળતા હોય છે...ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે, પરંતુ ખારાપાટના કારણે પાણીની અછતથી ખેતી મર્યાદિત છે..રોજગારની શોધમાં ઘણા પરિવારોએ સુરત, અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોમાં સ્થળાંતર કર્યું છે...હાલ ગામમાં મોટે ભાગે વડીલો જ જોવ મળે છે..ગામની શેરીઓ સૂમસામ ભાસે છે.. નાનકડા ગામમાં સૌથી મોટો પડકાર છે સિંચાઇ માટે પાણીના સ્ત્રોતોનો અભાવ ખારોપાટ વિસ્તાર હોવાને કારણે ખેતી માટે પાણી મળતું નથી જેના કારણે ઘણા પરિવારોને પોતાના સંતાનોને રોજગારી માટે શહેર તરફ મોકલવા પડે છે, અને વડીલો જ ગામમાં રહે છે.

પણ દિવાળી તહેવારમાં ધાર ગામની રોનક બદલાઈ જાય છે..મોટા મોટા શહેરમાંથી લોકો પોતાના ગામમાં દોટ મૂકે છે..શહેરથી ગમમાં તહેવાર ઉજવવા આવેલા ગ્રામજનોનું માનવું છે કે તહેવારો તો શહેરમાં પણ ઉજવાય છે પણ ગામડામાં તહેવાર ઉજવવાની મજા જ અલગ હોય છે...માતા-પિતા પોતાના બાળકોને વાડી ખેતરોમાં લઈ જતા હોય છે...બાળકોને પણ અનેરો આનંદ આવે છે...જે આનંદ શહેરમામ મળતો નથી...સ્વદેશી માટીની મહેક મળતા જ મન પ્રફુલ્લિત થઈ જાય છે
 
--------------------------------------
હલેન્ડા ગામ, રાજકોટ

હવે વાત કરીએ  રાજકોટ જિલ્લાના હલેન્ડા ગામની..એબીપી અસ્મિતાએ દિવાળી પહેલા 20 ઓક્ટોબરે જ્યારે હલેન્ડા ગામની મુલાકાત લીધી ત્યારે ગામના ચોરે કે ગામના પાદરમાં માત્ર વડીલો જ જોવા મળ્યા.. રોજગારી સહિતના અલગ અલગ કારણોને લીધે ગામમાં મોટા ભાગના યુવાનો શહેરો તરફ વળ્યા છે.. 

દિવાળી આવતા જ  સુરત,રાજકોટ,વડોદરા અમદાવાદ અને મુંબઈથી યુવાનો નવા વર્ષની ઉજવણી માટે હલેન્ડા ગામ પહોંચ્યા...યુવાનોએ વડીલોના આર્શીવાદ લીધા..નવા વર્ષની ઉજવણી કરી એટલું  જ નહીં બહેનોએ પણ મંદિરે રાસ ગરબા લઈને નવા વર્ષની ઉજવણી કરી.

----------------------------------------

રામેશ્વર કંપા ગામ, અરવલ્લી સ્ક્રિપ્ટ

અરવલ્લીનું રામેશ્વર કંપા ગામ...450ની વસ્તી ધરાવતું આ ગામ આખું વર્ષ સુમસાામ ભાસતું હોય છે...કારણકે ગામના મોટા ભાગના લોકો અમદાવાદ, મોડાસા, મુંબઈ સહિતના શહેરોમાં વસવાટ કરે છે...ગામના રસ્તાઓ સુમસામ જોવા મળે છે...ગામની પાદરોમાં, બેઠકોમાં મોટે ભાગે વૃદ્ધ ચહેરા જ દેખાય છે...એવું લાગે કે જાણે આખું ગામ ખાલી છે...

દિવાળી અને નવું વર્ષ આવતા જ ગામ ભરાવવા લાગે છે...મોટા મોટા શહેરોમાંથી વતની વાટ પકડીને લોકો ગામમાં આવે છે..નવા વર્ષના દિવસે ABP અસ્મિતાની ટીમ રામેશ્વર કંપા ગામમાં પહોંચી તો દિવાળી પહેલ સુમસામ ભાસતું ગામ હવે લોકોથી ભરેલું જોવા મળ્યું...અમદાવાદ, મુંબઈથી નવું વર્ષ મનાવવા લોકો ગામડે આવે છે...ગામના ચોકમાં મહિલાઓ, પુરુષો, બાળકો દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરે છે 

અને હવે વાત ભાવનગરના વાળુકડ ગામની..આમ તો આ ગામમાં 12 હજાર જેટલી વસતી બોલાય છે પણ 40 ટકાથી વધુ લોકો ગામ છોડી અલગ અલગ મોટા શહેરોમાં વસ્યા છે..ગામમાં રહેતા વડીલો પણ તહેવારોની રાહ જોતા હોય છે કે ક્યારે તહેવાર આવે અને ક્યારે ગામ ફરીવાર ઝગમગી ઉઠે..
 
દિવાળી આવતા જ વાળુકડ ગામમાં રંગ, રોનક અને આનંદનો મહોલ છવાઈ ગયો છે..તહેવારો પહેલા જે શેરીઓ ખાલી ભાસતી હતી એ જ શેરીઓ દિવાળીના રંગોથી ભરાઈ ગઈ...ગામની બહેનોએ રંગોળી બનાવી..વડીલોઓ પરત આવેલા સ્વજનોને આર્શીવાદ આપ્યા...દિવાળી આવતા જ વાળુકડ ગામમાં ઉમંદ, ઉત્સાહ અને એક્તાનું દ્રશ્યો જવા મળ્યું

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
jammu kashmir: કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકિઓ વચ્ચે અથડામણ, જંગલ વિસ્તારમાં જોરદાર ફાયરિંગ 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
ભારતમાં શરુ થઈ ઈ-પાસપોર્ટ સિસ્ટમ, જાણો કઈ રીતે કરી શકશો અરજી 
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Police Transfer: અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર, 19 PI અને 41 PSI ની આંતરિક બદલીના આદેશ
Embed widget