Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
ખાતરમાં ગેરરિતી ઝડપાયાનો સ્વીકાર
એબીપી અસ્મિતા કહીને કહીને થાક્યું આખરે તાસમાં માનવું પણ પડ્યું કે હા સબસિડીવાળા ખાતરમાં થઈ છે ગરબડી... એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં ખાતરની અછત અને સ્ટોકનું સત્ય શું તે શીર્ષક હેઠળ 31 જુલાઈએ અહેવાલ પ્રસારિત કર્યો હતો... ત્યારબાદ સરકારે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેકટર વિજય ખરાડીને તપાસના આદેશ કર્યા હતાં... આ અંતર્ગત 8 જિલ્લાના કુલ 904 ખાતર વિતરણ કેન્દ્રની તપાસ પૂર્ણ થઈ... જેમાં 214 કેન્દ્ર પરથી 529 ગરબડી સામે આવી... તપાસના અંતે છ વિક્રેતાઓના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે.. જ્યારે બે વિક્રેતાના પરવાના રદ કરવામાં આવ્યા... સાબરકાંઠાના વડાલીની મહેતા મોટર્સ નામની એજન્સી વિરૂદ્ધ 400 બોરી ખાતર બારોબાર વેચી મારવાના આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.. તો 214 કેન્દ્રોના સંચાલકોને પણ શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.. તપાસમાં 54 કેન્દ્રો પર ખાતરના વેચાણના બિલ જ બન્યા નહોતા અથવા ખોટા બિલ બન્યા હોવાનો ખુલાસો થયો છે.. જ્યારે 138 કેન્દ્ર પર ખાતરના સ્ટોક પત્રકમાં ગડબડી કર્યાનો, 117 કેન્દ્રો પર સ્ટોક પત્ર અને POS મશીનનો સ્ટોક મેચ ન થતો હોવાનો ખુલાસો થયો.. જ્યારે 119 કેન્દ્ર પર રજીસ્ટરમાં દર્શાવાયેલી ખાતરની બોરીઓ ગાયબ થઈ હોવાનું તપાસમાં ખુલ્યુ છે.. તો 101 કેન્દ્રોના સંચાલકોએ ગોડાઉન ક્યા છે તે અંગેની જાણ સરકારને ન કરાઈ હોવાનો તપાસમાં ખુલાસો થયો છે..
=====================
ખેડામાં ખાતરને લઈ ખેડૂતોનો હોબાળો
પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડાના ઠાસરા ખરીદ વેચાણ સંઘ પર ખેડૂતોએ મચાવ્યો હોબાળો.. વહેલી સવારથી મહિલાઓ અને ખેડૂતો ખાતર માટે લાઈન લગાવીને ઉભા હતા.. પરંતુ સર્વર ડાઉન થતા ખાતરનો જથ્થો હોવા છતા ખાતર ન મળતા આખરે ખેડૂતોની ધીરજ ખુટી અને ખરીદ વેચાણ સંઘ પર જ ખેડૂતોએ હોબાળો મચાવી દીધો.. ખેડૂતોએ આક્રોશ સાથે ઠાસરા મામલતાદર કચેરી પર પહોંચીને હોબાળો કરતા મામલતદાર પણ ખરીદ વેચાણ સંઘ પર પહોંચ્યા.. જ્યાં મામલતદારને પણ સર્વર ડાઉન હોવાનો જવાબ મળ્યો.. બીજી તરફ ખેડૂતોનો આરોપ છે કે એક આધાર કાર્ડ પર માત્ર બે યુરિયા ખાતરની થેલી મળી રહી છે.. લાઈન લગાવીને ઉભેલા ખેડૂતો માટે ન તો પાણીની કે ન તો બેસવાની પણ કોઈ વ્યવસ્થા છે.. તો સંઘના કર્મચારીઓએ પણ સર્વર ચાલુ થશે ત્યારે ખાતર આપવાની બાંહેધરી આપી છે..
=====================
સુરેન્દ્રનગરમાં આજે ખાતરનો જથ્થો પહોંચ્યો
આ તરફ સુરેન્દ્રનગરમાં રાસાયણિક ખાતરની જરૂરિયાતને ધ્યાને રાખી સપ્તાહમાં જ વધુ એક રેક પહોંચી... 14 ઓગષ્ટના અગાઉ 1300 મેટ્રિક ટન ખાતરનો જથ્થો આવ્યો હતો... ત્યારબાદ આજે વધુ 1400 મેટ્રિક ટન ખાતરનો જથ્થો સુરેન્દ્રનગર પહોંચ્યો... જિલ્લાના તમામ દસેય તાલુકામાં ખાતર પહોંચાડવા માટે 80 ટ્રકમાં ખાતરનો જથ્થો રવાના કરાયો...
=====================
અગાઉ હેલ્પલાઈન નંબર કરાયો હતો જાહેર
એબીપી અસ્મિતાના અહેવાલ બાદ કૃષિ વિભાગે તમામ જિલ્લાના તાલુકાઓમાં કંટ્રોલરૂમ શરૂ કર્યા છે....જ્યારે રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ માટે 079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર પણ કરાયો છે....સાથે ખાતરના વિતરણ અને સ્ટોક સહિતની તમામ વ્યવસ્થા પર નજર રાખવા ગેસ કેડરના ત્રણ એટલે કે ત્રણ જીએસ અધિકારીની નિયુક્તિ પણ કરી હતી..





















