શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?

22 નવેમ્બર, 2025

પાટણની ધારપુર મેડિકલ કૉલેજમાં  MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થયુ... મૂળ સુરેન્દ્રનગરના જેસડા ગામનો અનિલ મેથાણીયા નામનો વિદ્યાર્થી MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો...  સીનિયર વિદ્યાર્થીઓના ગ્રુપે જૂનિયર વિદ્યાર્થીઓને પરિચય આપવાના બહાને એક જ જગ્યાએ 3 કલાક ઉભા રાખ્યા.. આ દરમિયાન અનિલને ચક્કર આવતા તે પડી ગયો અને બાદમાં તેનું મોત થયું.. વિદ્યાર્થીઓ પાસે ગ્રુપમાં કરાયેલ મેસેજ ડીલીટ કરવામાં આવ્યા... આ ઘટના બાદ હડકંપ મચી ગયો... 15 સિનિયર વિદ્યાર્થીઓ સામે બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.... 15  સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા બાદ તેમની ધરપકડ કરાઈ...  

==========================================
5 ફેબ્રુઆરી, 2025

સુરતની SVNITમાં રેગિંગની ઘટના બની.... વિદ્યાર્થીને પટ્ટાથી માર મારી જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો... એ સમયે SVNITના સત્તાધીશોએ અમાનવીય વ્યવહારના આ વીડિયો પર બચાવ કરવાનો પ્રયાસ જરૂર કર્યો.. પરંતુ આખરે સત્તાધીશો ઘોર નિંદ્રામાંથી જાગ્યા.. સત્તાવાર પરિપત્ર બહાર પાડી કેમ્પસમાં જન્મદિવસની ઉજવણીમાં અમાનવીય વ્યવહાર કરવા પર પ્રતિબંધ લગાવ્યો.. એક બાદ એક બે વીડિયો વાયરલ થતા નોટિસ પણ ફટકારવામાં આવી.. પટ્ટાથી માર મારનાર ધ્રુવ ઠાકુરને હોસ્ટેલ કેમ્પસમાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયો..... 

==========================================
સપ્ટેમ્બર, 2025
જૂનાગઢની આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને તેની સાથે જ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.. વિદ્યાર્થીની હૉસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓએ જાનવરની જેમ પિટાઈ કરી.... ચોંકાવનારી વાત તો એ છે કે વિદ્યાર્થીને માર મારવાનો વિડીયો બનાવવામાં પણ આવ્યો અને સોશલ મિડીયામાં અપલોડ પણ થયો.. ત્યારે  છેક વિદ્યાર્થીના વાલીને ખબર પડી કે તેમના બાળકને આટલી ખરાબ રીતે ઢોરની જેમ માર મારવામાં આવ્યો.... હોસ્ટેલમાં એક મહિના પહેલા વિદ્યાર્થીને માર મારવાની ઘટના બની , છતા શાળા સંચાલકોએ આ ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ કર્યો....ઘટનામાં સામેલ તામામ વિદ્યાર્થીઓ સગીર વયના છે... 
==========================================
9 માર્ચ, 2025 

અમદાવાદના ધંધુકા પચ્છમ ગામની હાઈસ્કૂલમાં સગીર વિદ્યાર્થી સાથે સહ વિદ્યાર્થીઓ દ્વારા દુષ્કૃત્ય કરતો વીડિયો વાયરલ થયો... દુષ્કૃત્ય કરી સાથી વિદ્યાર્થીઓને માર મારવાના પણ દ્રશ્યો જોવા મળ્યા... વીડિયો વાયરલ થતા પોલીસે ફરિયાદની પ્રક્રિયા શરુ કરી.. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની શાળા હોવાની પ્રાથમિક માહિતી....
==========================================
જાન્યુઆરી, 2025

રાજકોટના યુનિવર્સિટી રોડ પરની SNK સ્કૂલની વિદ્યાર્થિનીએ લગાવ્યા છે છેડતીના આરોપ.. ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા સિનિયર વિદ્યાર્થીઓ છેડતી કરતા હોવાના આરોપ સાથે વિદ્યાર્થિનીએ સોશલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો.. વિદ્યાર્થિનીનો આરોપ છે કે છેલ્લા બે મહિનાથી તેની છેડતી કરવામાં આવી રહી છે.. ઘટના પર ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી કિરીટસિંહ પરમારે વિદ્યાર્થિનીનો વીડિયો જોઈ. એજ્યુકેશન ઈન્સ્પેક્ટરની કમિટી રચીને સ્કૂલ વિરૂદ્ધ કડક પગલા ભરવાની બાંહેધરી આપી..
==========================================
19 ઓગસ્ટ,2025  સેવન્થ ડે સ્કૂલ
 
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી પર સ્કૂલના જ વિદ્યાર્થીએ ફિઝિક્સની લેબનું સાધન મારી હત્યા કરી દીધી... સ્કુલ છુટ્યા બાદ નયન નામના વિદ્યાર્થી પર હુમલો કર્યો..  જે બાદ તેન સારવાર માટે લઈ જવાયો... જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું...  નયન અને આરોપી વચ્ચે અગાઉથી જ ઝઘડો ચાલી રહ્યો હતો.. જેની અદાવતમાં જીવલેણ હુમલો કર્યો... નયન સંતાણીની હત્યાના મામલે ક્રાઈમબ્રાંચે સગીર આરોપી વિદ્યાર્થીની અટકાયત કરીને તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો... 

==========================================
19 જાન્યુઆરી,2026  નેશનલ સ્કૂલ

અમદાવાદમાં ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો... જૂના ઝઘડાના કારણે હુમલો કરાયો...   મારામારી અને હુમલાની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ...  વિદ્યાર્થીઓના ટોળાએ એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે માર માર્યો.. સ્કૂલની 100 મીટરના અંતરમાં જ વિદ્યાર્થી પર હુમલો થયો.. ગુંડાઓને પણ એક તરફ મુકી દે તેવી કરતૂત ધોરણ 10ના વિદ્યાર્થીઓએ કરી... આ ગેંગવોરના દૃશ્યો જોઈ કોઈ ન કહે કે આ ધો.10ના વિદ્યાર્થીઓ છે...  જો કે વિદ્યાર્થીને માત્ર સામાન્ય ઇજાઓ પહોંચતા તેને સારવાર આપીને અમે ઘરે મોકલી દેવાયો
==========================================
રાજકોટ એઈમ્સ હોસ્પિટલના MBBSના વિદ્યાર્થી અને ઈન્ટર્ન તબીબે 14 માર્ચે આત્મહત્યા કરી લીધી.. મુળ રાજસ્થાનના ડોક્ટર રતનકુમાર મેઘવાલે પરાપીપળીયા રેલવે ટ્રેક પાસે ટ્રેનની નીચે કુદીને આત્મહત્યા કરી લીધી.. યુવાને આત્મહત્યા પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પર 17 પેજની સુસાઈડ નોટ મુકી.. જેમાં તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનું ખુલ્યું.. સુસાઈડ નોટમાં મહિલા મિત્રનો પણ ઉલ્લેખ છે.. મહિલા તબીબ મિત્ર અન્ય સાથે વાત કરતા હોવાનું પસંદ ન આવતા પાંચેય આરોપીઓ મૃતક રતન મેઘવાલને હેરાન કરતા... પોતાની વ્યથામાં સાથી વિદ્યાર્થીઓના ત્રાસના કારણે અંતિમ પગલું ભરવાનું મુખ્ય કારણ ગણાવ્યું ... તપાસમાં એવો પણ ખુલાસો થયો કે ડોક્ટર રતનકુમારે અગાઉ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો... 28 જાન્યુઆરીએ વહેલી સવારે હોસ્ટેલમાંથી નીકળીને પરાપીપળીયા રેલવે ટ્રેક પર  પહોંચ્યો.. જો કે ત્યારે ગ્રામજનોએ બચાલી લીધો.. આ સમયે તેણે સુસાઈડ નોટ લખી.. જેમાં પાંચેય આરોપીઓના નામ હતા... જો કે ત્યારબાદ મૃતક રતનકુમારનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું... જે બાદ તેને પરિવારજનો પાસે મોકલી દેવાયો... જ્યાં પણ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો... પરંતુ ત્રીજી વખતના પ્રયાસમાં તેણે જીવ ગુમાવ્યો... મૃતક રતનકુમાર MBBSની ફાઈનલ યરની એક્ઝામ આપવા માટે રાજકોટ પરત આવ્યો હતો.. સુસાઈડ નોટના આધારે આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો... પ્રણવ પાલીવાલ, અસ્મિત શર્મા, યુવરાજ ચૌધરી, નિર્વિઘ્નમ યાદવ અને આયુષ યાદવની ધરપકડ કરી... જેમાં ત્રણ રાજસ્થાનના, એક હરિયાણાનો અને એક ભરૂચનો છે... કોર્ટના આદેશ મુજબ પાંચેય ઇન્ટર્ન તબીબ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા... જે બાદ આજે ધરપકડ કરાયેલા પાંચેય આરોપી વિદ્યાર્થીઓને પોલીસ જાપ્તા સાથે  પરીક્ષા આપવા લઈ જવામાં આવ્યા... તમામ આરોપીઓ MBBS ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ છે.. અને તેઓએ જેલમાંથી પરીક્ષા આપવા માટે કોર્ટમાં રજૂઆત કરી હતી. 

-------------------------
સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 10ના વિદ્યાર્થી પર ચાર સગીર વિદ્યાર્થીઓેએ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યાનો આરોપ લાગ્યો.. ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ ગેટની બહાર ચપ્પુથી ત્રણ ઘા માર્યા... હુમલામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો....  ઈજાગ્રસ્ત વિદ્યાર્થી સાથે સ્કુલના કાર્યક્રમમાં ડાન્સ કરવા બાબતે અન્ય વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી થઈ હતી... જેનો ખાર રાખી ચારેયે હુમલો કર્યો... આ માટે અઢી મહિના અગાઉ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ચપ્પુ મગાવ્યું હતું...  પોલીસે ચારેય આરોપી વિદ્યાર્થીઓની અટકાયત કરી...

-----------------------
અમદાવાદ શહેરમાં પણ ફરી બની વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક મારામારીની ઘટના.. બાપુનગરમાં હીરાવાડી નજીક રહેતા સગીર વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીએ જીવલેણ હુમલો કર્યાનો આરોપ લાગ્યો.. કોમર્સ એક્સપોર્ટ ટ્યુશન ક્લાસિસના રૂમમાં જગ્યા ન હોવાથી તેને બીજા રૂમમાં જવાનું કહ્યું હતુ.. જેને લઈને બંન્ને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ.. જે બાદ વિદ્યાર્થી ભોમિયા ડેરી પાસે ઉભો હતો ત્યારે તેના પર છરીથી હુમલો કરી દીધો.. હુમલાની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ.. છરીથી હુમલો કરીને વિદ્યાર્થી ત્યાંથી ફરાર થઈ ગયો.. પોલીસે ગુનો નોંધીને આરોપી સગીરની શોધખોળ શરૂ કરી....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
Embed widget