Hun To Bolish : હું તો બોલીશ : પ્રચાર ઓછો, વિવાદ વધુ
કચ્છના રાપરમાં મત માટે રૂપિયા અપાતા હોવાનો વીડિયો વાયરલ થયો. ભાજપનો ખેસ ગળામાં નાંખીને એક વ્યક્તિ મત આપવાની વાત કરવાની સાથે 500-500ની ચલણી નોટો આપી રહ્યો છે. થેલીમાંથી એ વ્યક્તિ રૂપિયાનું બંડલ કાઢે છે. તેમાંથી નોટો ગણીને મતદારોને આપી રહ્યો છે. વાયરલ વીડિયો રાપર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 1નો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે, વીડિયો વાયરલ થયા બાદ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ. કૉંગ્રેસનો આરોપ છે કે, ભાજપનું કમળ રાપરમાં ખિલવાનું નથી એટલે ભાજપ પૈસા વહેંચી રહ્યું છે. તો બીજી તરફ ભાજપે કૉંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવીને કહ્યું કે ભાજપનો ખેસ તો કોઈપણ પહેરી શકે છે. વાયરલ વીડિયોમાં જે પૈસા આપી રહ્યો છે તે વ્યક્તિ ભાજપનો કાર્યકર્તા નથી.





















