Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે મોતના ખાડા
રાજકોટ શહેરમાં બપોરના 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં 1.82 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. અને શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ચોક, ટેલિફોન એક્સચેન્જ ચોક, ગોપાલ ચોક, બાપા સીતારામ ચોક, કોઠારીયા, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, મોરબી રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અમીન માર્ગની આસપાસની સોસાયટીઓમાં પણ પાણી ભરાયા. જ્યારે માત્ર બે ઇંચ વરસાદમાં રાજકોટના રેલવે સ્ટેશન પાસે આવેલા પોપટપરા વિસ્તારનું ગરનાળું પાણીમાં ગરકાવ થયું. જેના કારણે બંને તરફ લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી. વાહનચાલકો અને આસપાસના રહેવાસીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. એસ્ટ્રોન ચોકના નાળામાં પણ પાણી ભરાયા...





















