Hun To Bolish: હું તો બોલીશ : સંતાન કે શેતાન?
સુરતમાં એક કળિયુગી વહુનો નિષ્ઠુરતાનો વીડિયો સામે આવ્યો છે...જેમાં 80 વર્ષના વૃદ્ધ અશક્ત સાસુને વહુ ઢોર માર મારી રહી છે. આ ઘટના પુણા વિસ્તારની માતૃશક્તિ સોસાયટીમાં બની છે. જ્યાં 80 વર્ષના માતા શાંતાબેન શેલડિયાને તેમની વહુ સરસ્વતી શેલડીયા માર મારી રહી છે. કોઈ જાનવર સાથે પણ ન કરે તેવું કૃત્ય આ વહુ કરી રહી છે તેમની સાસુ સાથે. આ વીડિયો પાડોશમાં જ રહેતા એક વ્યક્તિએ મોબાઈલમાં ઉતારી લીધો. વીડિયો વાયરલ થતાં જ વહુ સરસ્વતી શેલડીયાની કરતૂતનો ભાંડો ફૂ્ટ્યો. વહુની આ નિષ્ઠુરતાનો વીડિયો વાયરલ થતાં જ મહિલા સુરક્ષા ટ્રસ્ટની બહેનો હરકતમાં આવી અને પોલીસને જાણ કરી. પોલીસ મહિલા સુરક્ષા ટ્રસ્ટની બહેનો સાથે વૃદ્ધાના ઘરે પહોંચી.. અને વૃદ્ધાને મુક્ત કરાવવા પ્રયાસ કર્યા.





















