Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજ અધિકારીઓનું સરઘસ ક્યારે?
સુરતના સરથાણા પોલીસ કોપીરાઈટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાનો ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો. મુંબઈની જાણીતી કંપનીના ફિનાઈલના નામના સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતું હતું. જ્યાંથી બનાવટી ફિનાઈલ, ટોઈલેટ ક્લીનર, ટાઈલ્સ ક્લીનર, ડીશ વોશર સહિતનો જંગી જથ્થો મળી આવ્યો હતો. આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપી રાઈટનો ગુનો નોંધાયો હતો. પોલીસે આ કારખાનું ચલાવનાર અતુલ વજુ ગલાણીની ધરપકડ કરી હતી. પોલીસે જે-તે સમયે 3 લાખ 31 હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો. પરંતુ ગોડાઉનમાં 20 લાખનો મુદ્દામાલ હતો. જેની કુમારભાઈ કાનાણીએ પત્રમાં આક્ષેપ કર્યો કે ગોડાઉનમાં 20 લાખથી વધુનો માલ હોવા છતાં ચોપડે ખાલી 3 લાખ 31 હજાર રૂપિયાનો જ માલ બતાવાયો. અને પોલીસની મદદગારીથી બાકીનો માલ સગેવગે કરાયો. સાથે જ FIRમાં પણ આરના એન્ટરપ્રાઈઝના 3 માલિકોને બદલે એકનો જ ઉલ્લેખ કરાયો હતો. રેડ વખતે સરથાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ કે.એ. ચાવડા હતા. તેમની સૂચનાથી 8-10 પોલીસ કર્મીએ રેડ કરી હતી. અને તોડના 8 લાખ રૂપિયા હેડ કોન્સ્ટેબલ સ્કોડા કારમાં લઈને ગયો હતો. સમગ્ર મુદ્દે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ડીસીપી આલોક કુમારને તપાસના આદેશ સોંપ્યા છે.





















