Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરમાં વેરાયા રૂપિયા ?
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં નવા વિવાદની એન્ટ્રી થઈ. આમ આદમી પાર્ટીના નેતાને બે લાખમાં ખરીદવાનો પ્રયાસ થયાનો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો. હોટલ સાયોનામાં આમ આદમી પાર્ટીના નેતાને બે લાખ આપ્યાનો ગોપાલ ઈટાલિયાએ વીડિયો વાયરલ કરીને આરોપ લગાવ્યો.. થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર વિસાવદરના મહેન્દ્ર ડોબરીયાએ હરદેવ વિકમાને હોટલ સાયોના બોલાવ્યા હતા.. આમ આદમી પાર્ટીના વિસાવદરના મહામંત્રી હરદવ વિકમા છે... જ્યાં કૉંગ્રેસના બે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા સહિત અન્ય લોકો હોટલ સાયોનાના એક રૂમમાં મળ્યા હતા. એક વીડિયો બનાવ્યો જેમાં હરદેવ વિકમા બોલે છે કે, ગોપાલ ઈટાલિયા ભાજપ સાથે ભળેલા છે.. ત્યાર બાદ લલિત વસોયા તેને બે લાખ રોકડા આપે છે.. હરદેવ વિકમાનો દાવો છે કે તેમણે સ્ટિંગ ઓપરેશન કરવા આ કર્યુ.. જો કે તેમણે એવો પણ દાવો કર્યો કે રૂમમાં ભાજપમાંથી કોઈ ન હોતુ.. ગોપાલ ઈટાલિયાનો દાવો છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ખરીદવાના થઈ રહેલા પ્રયાસો તેમને ખુલ્લા પાડવા હતા એટલે ટીમ સાથે આ સ્ટીંગ ઓપરેશન કર્યુ હતુ.. ગોપાલ ઈટાલિયા આ જ વીડિયો સાથે પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીને મળીને લેખિત ફરિયાદ આપી.. અને તેના પુરાવા પણ આપ્યા છે... ગોપાલ ઇટાલિયા અને આપના નેતા મનોજ સોરઠિયાનો દાવો છે કે, તેમની પાસે કાર્યકરને 2 લાખ આપી ખરીદવાના થયેલા પ્રયાસના તમામ પુરાવા છે અને લેખિત ફરિયાદમાં લલિત વસોયા, લલિત કાગથરા સહિતના લોકોના નામ પણ છે...





















