શોધખોળ કરો
UK: ગુજરાતીના મકાનમાં લાગી આગ, માતા સહિત ત્રણ બાળકોના મોત
યુકેઃ બ્રિટનના બોલ્ટન શહેરમાં રહેતા એક ગુજરાતીના મકાનમાં આગ લાગતા માતા સહિત ત્રણ બાળકોના મોત થયાની ઘટના બની હતી. આ ગુજરાતી પરિવાર મૂળ ભરૂચના કંછારિયાના વતની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શનિવારે સવારે બોલ્ટનમાં રહેતા એક ગુજરાતી પરિવારને કાળ ભરખી ગયો હતો. મકાનમાં એકાએક આગ ફાટી નીકળતા પિતા બારીમાંથી કુદી ગયા હતા અને પરિવારને બચાવવા માટે આગળનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દરવાજો લોક થઇ જતાં તે બચાવી શક્યા નહોતા.
જ્યારે તેની પત્ની અને તેના 13 વર્ષથી નીચેના ત્રણેય બાળકો મકાનમાં હતા. એક બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બે બાળકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોમાં 40 વર્ષીય અનિષા ઉમેરજી તેના બે પુત્રો 12 વર્ષીય હમ્માદ અને 10 વર્ષીય યુસુફ અને પાંચ વર્ષની પુત્રી ખાદીજા સામેલ છે.

ગુજરાત
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
આગળ જુઓ