Human Trafficking Network : હવે હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો અમદાવાદ સાયબર ક્રાઈમે કર્યો પર્દાફાશ
ડિજિટલ અરેસ્ટ બાદ હવે હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો અમદાવાદ સાયબર ક્રાઈમે કર્યો પર્દાફાશ. ફરિયાદ પ્રમાણે કિંજલ શાહ નામના વ્યક્તિએ વ્હોટ્સએપ કોલના માધ્યમથી ઈન્ટરવ્યૂ લીધું અને બેંગકોકમાં આઈટી કંપનીમાં મોટા પગારની નોકરીની લાલચ આપી. જેથી ભોગ બનનાર થાઈલેન્ડના બેંગકોક પહોંચ્યો. જ્યાં પહેલા પાસપોર્ટ લઇ લેવાયો અને બાદમાં બોર્ડરથી ગેરકાયદે રીતે જંગલમાંથી ચાલતા ચાલતા કેનાલ ક્રોસ કરાવી મ્યાનમાર લઈ જવાયો. જ્યાં બળજબરીથી સાયબર ફ્રોડની લગતી ટ્રેનિંગ લેવડાવી. આ ટ્રેનિંગ બાદ 19 એપ્રિલથી 21મે સુધી ત્યાં ગેરકાયદે ગોંધી રાખવામાં આવ્યો. યુવકે જ્યારે ભારત પરત આવવા કહ્યુ તો સાડા ત્રણ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી. જેથી યુવકે તેના પરિચિતને જાણ કરતા આરોપીઓએ મોકલેલા સ્કેનરમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા. જે બાદ યુવકે અમદાવાદ પરત ફરી ફરિયાદ કરતા કિંજલ શાહ નામના શખ્સની ધરપકડ કરી છે. તો પોલીસ હવે તપાસ ચલાવી રહી છે. આરોપી કિંજલ શાહે અત્યાર સુધીમાં આ પ્રકારે કેટલા લોકોને જાળમાં ફસાવ્યા છે.




















