શોધખોળ કરો
Ahmedabad Mumbai Train : અમદાવાદ મુબંઈ વચ્ચે ફરી રેલવે વ્યવહાર શરૂ, 5 ટ્રેનો આંશિક રદ, જુઓ અહેવાલ
Ahmedabad Mumbai Train : અમદાવાદ મુબંઈ વચ્ચે ફરી રેલવે વ્યવહાર શરૂ, 5 ટ્રેનો આંશિક રદ, જુઓ અહેવાલ
અમદાવાદનું વટવા જ્યાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેન તૂટવાની ઘટનામાં હવે ધીમે ધીમે રેલ વ્યવહાર પૂર્વવત થયો છે. જો કે હજુ આજે પણ કેટલીક ટ્રેન રદ્દ રહી છે. કેટલીક ટ્રેન આંશિક રદ્દ કરવાની ફરજ પડી. આજે વટવા આણંદ મેમુ ટ્રેન, વટવા વડોદરા મેમુ ટ્રેન, અમદાવાદ વડોદરા મેમુ, વડોદરા વટવા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર, અમદાવાદ એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ, નંદુરબાર બોરીવલી એક્સપ્રેસ અને બોરીવલી વટવા એક્સપ્રેસ રદ કરાઇ. મુંબઈ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ, વડોદરા અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન વડોદરા ગાંધીનગર વચ્ચે, અમદાવાદ ઇન્દોર એક્સપ્રેસ અમદાવાદ આણંદ વચ્ચે જન શતાબ્દી એક્સપ્રેસની કનીજ અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે. રવિવારની રાત્રિના ટ્રેન તૂટતા અમદાવાદ મુંબઈ વચ્ચેના રેલ વ્યવહારને અસર થઈ છે. સોમવારના મુંબઈ તરફની 38 ટ્રેન રદ્દ કરવામાં આવી હતી અને સાત ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી હતી. રવિવારે આ દુર્ઘટના બની ક્રેન તૂટતા અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ભારે પ્રભાવિત થયો પરિસ્થિતિ એવી છે કે હજી આજે પણ સતત ત્રીજા દિવસે ટ્રેન રદ્દ કરવી પડી છે અથવા તો લેટ ચાલી રહી છે અથવા તો અડધેથી જ રોકાવી પડી છે, જેમાં અનેક ટ્રેનોનો સમાવેશ થાય છે. એકતાનગર અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ, બોરીવલી વટવા એક્સપ્રેસ આજે રદ્દ કરવામાં આવી છે. અમદાવાદ એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ, નંદુરબાર બોરીવલી એક્સપ્રેસ, વડોદરા વટવા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર અમદાવાદ વડોદરા વટવા વડોદરા મેમુ ટ્રેન રદ્દ કરવામાં આવી છે.
અમદાવાદ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
આગળ જુઓ




















