CCTV Footage: AMCના પાપે બે નિર્દોષના મોત, નારોલમાં વીજ કરંટ લાગતા દંપતીનું મોત
અમદાવાદ મહાનગર પાલિકાની બેદરકારી કહો કે પછી કહો પાપ.. ફરી એકવાર બે બે નિર્દોષ જિંદગી મોતના મોંમાં ધકેલાઈ. 8 સપ્ટેમ્બરે રૂદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા રાજન સિંઘલ પત્ની અંકિતા સિંઘલ સાથે મટન ગલીમાંથી પસાર થતા હતા. ત્યારે જ રોડ પર પડેલા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજકરંટ લાગતા દંપતીનું મોત નિપજ્યું.. CCTVમાં કેદ આ દર્દનાક ઘટનાના દ્રશ્યો જુઓ. માત્ર 11 સેકેન્ડમાં રાજન સિંઘલ અને અંકિતા સિંઘલ મોતને ભેટ્યા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને વીજ કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. વીજ પુરવઠો બંધ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા. લાંભા વોર્ડના નારોલમાં અનેક જગ્યાએ રસ્તાઓમાં વરસાદી પાણી ભરાયા છે. રોડ પર મોટા મોટા ખાડા પડ્યા છે.. ત્યારે કરોડો રૂપિયાનું બજેટ રોડ પાછળ ખર્ચ્યા છતા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીએ બે લોકોના જીવ ગયા. મૃતકના પરિવારજનો પણ અશ્રુભીની આંખે ન્યાયની માગ સાથે મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
















