Par Tapi Narmada Link Project: પાર-તાપી-નર્મદા પરિયોજનાને લઈ સરકારની મોટી જાહેરાત, કોંગ્રેસે શું કહ્યું?
Par Tapi Narmada Link Project: પાર-તાપી-નર્મદા પરિયોજનાને લઈ સરકારની મોટી જાહેરાત, કોંગ્રેસે શું કહ્યું?
પાર-તાપી-નર્મદા પરિયોજના પ્રોજેક્ટ મુદ્દે ગુજરાત સરકારની સ્પષ્ટતા. ગુજરાત સરકાર પાર-તાપી-નર્મદા પરિયોજના પ્રોજેક્ટ માટે નથી આપતું મંજૂરી. પાર-તાપી-નર્મદા યોજના મુદ્દે ઋષિકેશ પટેલે કરી સ્પષ્ટતા. પાર-તાપી-નર્મદા પરિયોજના પ્રોજેક્ટ ગુજરાત સરકાર કરવા નથી માગતી. પાર-તાપી-નર્મદા પરિયોજના મુદ્દે ઋષિકેશ પટેલની સરકાર વતી સ્પષ્ટતા. પાર-તાપી-નર્મદા પરિયોજના મંજૂર ન કરવાની મુખ્યમંત્રીએ કરી છે સ્પષ્ટ વાત. જળસંશાધન મંત્રી સી.આર.પાટીલે પણ યોજના અંગે કરી છે સ્પષ્ટતા. કોંગ્રેસ પાસે મુદ્દા નથી એટલે અસ્થિરતા ફેલાવે છે. પાર-તાપી-નર્મદા પ્રોજેક્ટ 1979માં કોંગ્રેસે રજૂ કર્યો હતો. 2017માં વિસ્તૃત DPR રજૂ કરાયેલો. ર-તાપી-નર્મદા પરિયોજના પ્રોજેક્ટમાં ગુજરાત સરકાર આગળ વધવા નથી માગતી.
પાર-તાપી-નર્મદા પરિયોજનાનો પ્રોજેક્ટ રાજ્ય સરકારે સ્થગિત કર્યો હતો. 2022થી 2025 દરમિયાન પરિયોજના મુદ્દે કોઈપણ કાર્યવાહી થઇ નથી. રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં 2017ના DPRના પરિપેક્ષમાં હતો. કેન્દ્ર અને રાજ્ય પ્રોજેક્ટ આગળ વધારવા માગતી ન હોવાનું સી.આર પાટીલે સ્પષ્ટ કર્યુ છે. ગુજરાત સરકારે પ્રોજેક્ટ સ્થગિત કર્યો છે. પ્રોજેક્ટ આગળ વધારવાનો કોઈ વિચાર જ નથી.
સરકારની સ્પષ્ટતા બાદ વિધાનસભામાં કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા. DPR બન્યો હોવાનો સરકારે કર્યો સ્વીકાર. 2017માં બનેલો ડીપીઆર સ્થગિત કરવા મુદ્દે પરિપત્ર નથી કરાયો. સરકાર પ્રોજેક્ટ રદ્દ કરવા મુદ્દે પરિપત્ર જાહેર કરે. સરકાર આદિવાસીઓને ઓક્સિજન પર રાખે છે. સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે. આદિવાસીઓનું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાની અમારી ફરજ. પાર-તાપી-નર્મદા યોજના મુદ્દે આંદોલન કોંગ્રેસ પ્રેરિત નથી. 2022માં કરાયેલી જાહેરાતના 3 વર્ષ બાદ પણ કોઈ પરિપત્ર નહીં. સરકાર માત્ર નિવેદન આપે છે, પરિપત્ર નહી.
















