Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
કલોલ તાલુકાના દંતાલી ગામની સીમમાં કોઈપણ સુરક્ષા સાધનો કે પરવાનગી વગર ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગના રેકેટનો સાંતેજ પોલીસે કર્યો પર્દાફાશ....રહેણાંક અને ખેતી વિસ્તાર નજીક આવેલા શેડમાં જ્વલનશીલ રાંધણ ગેસના બોટલોમાંથી જોખમી રીતે નાની બોટલોમાં ગેસ ભરવામાં આવતો હતો. પોલીસે દરોડો પાડીને સ્થાનિક અને રાજસ્થાનના છ આરોપીને ઝડપી પાડી રૂ.12.83 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો....આરોપીઓ ઇન્ડિયન ઓઇલ, ભારત ગેસ અને એચપી ગેસ કંપનીના 19 કિલો તથા 14.2 કિલોના મોટા કોમર્શિયલ અને ઘરગથ્થુ સિલિન્ડરોમાંથી ઇલેક્ટ્રિક મોટર પંપ, હીટિંગ ગન અને પાઇપો વડે 5 કિલોના નાના બોટલોમાં ગેસ રિફિલ કરતા..... ત્યારબાદ તેના પર બોગસ સીલ અને કેપ લગાવી બજારમાં ઊંચા ભાવે વેચતા....






















