Gujarat Electricity Board negligence: વીજળી બોર્ડની બેદરકારી બની કાળ, નઘરોળ વીજળી બોર્ડના પાપે 4 દિવસમાં 4ના મોત
રાજ્ય સરકારના વીજળી બોર્ડની ઘોર બેદરકારી જીવલેણ સાબિત થઈ રહી છે..નઘરોળ વીજળી બોર્ડના પાપે ચાર દિવસમાં ચાર લોકો મોતને ભેટ્યા, છતાં પ્રશાસનની ઊંઘ નથી ઉડી. જીવતા તાર મોતના તાર બની ગયા. રાજ્યમાં વીજ કરંટ લાગવાથી મોતની અલગ અલગ ચાર ઘટના બની. PGVCLની બેદરકારીથી સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં ત્રણના મોત થયા. જ્યારે MGVCLની બેદરકારીથી છોટાઉદેપુરમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો. જામ ખંભાળિયામાં સોનારડીમાં વીજ વાયર તૂટી જતા 2 ખેડૂતના મોત નીપજ્યા. ખેતરમાં કામ કરતા રામસંગ અને તખુભા જાડેજાને વીજ કરંટ લાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા .સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલા જ તેમણે જીવ ગુમાવ્યો.ખંભાળિયામાં વીજળીના તારથી કરંટ લાગતા એક મહિનામાં મોતની આ બીજી ઘટના છે.કલ્યાણપુરના ગાગા ગામે તૂટેલા વીજ તારથી કરંટ લાગતા ખેડૂતનું મોત થયું હતું.
















