Valsad Accident News: વલસાડ એસટી ડેપો પર અકસ્માત, બેકાબુ બનેલ પીકઅપ ટેમ્પોએ મુસાફરોને લીધા અડફેટે
વલસાડ ST ડેપોમાં ધસી આવી બોલેરો પીકઅપ વાન. બાળકે હેન્ડ બ્રેક ઉતારતા જ બોલેરો ઘુસી. હાજર મુસાફરોમાં મચી નાસભાગ. એક ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. બાળકને ગાડીમાં બેસાડી ડ્રાઈવર ગયો હતો ચા પીવા...
વલસાડ એસટી ડેપો પર અકસ્માત. બેકાબુ બનેલ પીકઅપ ટેમ્પોએ મુસાફરોને લીધા અડફેટે. સીસીટીવીમાં કેદ આ દ્રશ્યોને ધ્યાનથી જુઓ. GJ-15-AX-2829 પાસિંગ પીકઅપ ટેમ્પોનો ચાલક ચા પીવા ગયો હતો. ત્યારે જ જ ટેમ્પોમાં સવાર બાળકે હેન્ડ બ્રેક ઉતારી લેતા પીકઅપ ટેમ્પો ઢાળ પરથી સીધો જ પ્લેટફોર્મ તરફ આગળ વધવા લાગ્યો હતો. એસટી બસ ડેપોના પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોને પણ કોઈ જ ખ્યાલ ન આવ્યો. મુસાફરોને ટેમ્પોએ અડફેટે લીધા. અકસ્માતની આ ઘટનામાં એક મહિલાને પગના ભાગે ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી.. પોલીસે પણ ઘટનાસ્થળ પર પહોંચીને પીકઅપ ટેમ્પોના ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.





















