Banaskantha News: બનાસકાંઠા જિલ્લાની દૂધ મંડળીમાં ગોટાળાના આરોપથી ખળભળાટ
બનાસકાંઠમાં વડગામ તાલુકાના કોદરામ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં વિચિત્ર ઘટના. દૂધ મંડળીમાં 11 લાખ રૂપિયાનું દૂધ પંખાના કારણે ઘટ્યું હોવાના નિવેદનથી ચકચાર. ગામમાં રવિવારના દિવસે વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. ગામની ડેરી દ્વારા સાધારણ સભામાં 6.25 ટકા ભાવ વધારો જાહેર કર્યો. ભાવ વધારો ઓછો આપતાં સાધારણ સભાએ બહાલી આપી નહિ. જેથી ભાવ વધારાને લઈ પશુપાલકો નારાજ થયા. અને આસપાસના ગામોની દુધ મંડળીઓ કરતા 50% ભાવ વધારો ઓછો કેમ.? તેવા સવાલ ઉઠાવ્યા. વાર્ષિક અહેવાલમાં 11 લાખની ઘટ દર્શાઈ હોવાનો આરોપ છે. જેથી પશુપાલકોએ પૂછ્યું કે 11 લાખની ઘટ કેમ??. પશુપાલકોનું કહેવું છે કે ચેરમેન દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે પંખાના કારણે દૂધના વજનનું બેલેન્સ ના રહે અને એની વધઘટ થઈ. પંખાના કારણે 11 લાખ રૂપિયાના દૂધના વજનની વધઘટથી લોકોમાં આશ્ચર્ય થયું છે. અને દૂધની ઘટને મામલે ગેરરીતિ થઈ હોવાની આશંકા છે. જો કે ચેયરમેનનો દાવો છે કે ડેરીમાં સફાઈના મુદ્દે પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. ડેરીમાં સુવિધાનો અભાવ હતો તેનો પણ દંડ ફટકારવામાં આવ્યો હતો..એકલા દૂધના 11 લાખની ઘટ નથી. aજો કે 10 ટકાથી વધુ ભાવ ફેર આપવાની પશુપાલકોની માંગણી છે..
















