Ambalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
ખેડૂતો માટે માઠા સમાચાર. 2, 3 અને 4 ફેબ્રુઆરીના માવઠું પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી. અંબાલાલ પટેલના અનુસાર, 30 અને 31 જાન્યુઆરીના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ વાતાવરણમાં પલટો આવશે.. 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન કમોસમી વરસાદ વરસશે. અંબાલાલ પટેલે ખેડૂતોને પાકનું રક્ષણ કરવા માટે આગોતરું આયોજન કરવાની સલાહ આપી છે. હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે.. માવઠાની આગાહીને લઈ જેમના પરિવારમાં લગ્ન પ્રસંગ છે. તેઓ પણ ચિંતામાં મુકાયા છે.
આગાહીના પગલે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે માવઠાના કારણે પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને જે પાક લણણી માટે તૈયાર છે, તેમને વધુ નુકસાન થઈ શકે છે.ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને પોતાના પાકની સંભાળ રાખે અને જરૂરી પગલાં લે જેથી નુકસાન ઓછું કરી શકાય.
















