Cyclone Shakhti Update: શક્તિ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર, હવામાન વિભાગે શું કરી આગાહી?
ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગેલ મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં આજે સવારથી વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 6 દિવસ 7 ઓક્ટોબરથી લઈને 12 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજથી 13 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. હવામાન વિભાગ મુજબ શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યના અલગ અલગ જિલ્લામાં હળવો વરસાદ વરસશે. આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, તાપી, ડાંગ અને સુરતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. અમદાવાદમાં પણ આજે હળવો વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે દરિયાકાંઠે ડીસી-1 નંબરનું સિગ્નલ લાગુ કરાયું છે.. તો આગામી ત્રણ ચાર દિવસમાં રાજ્યના અન્ય જિલ્લામાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે..



















