Rajkot News: રાજકોટમાં નો પાર્કિંગ કાર રાખવા મુદ્દે ટ્રાફિક પોલીસ-તબીબ વચ્ચે ઘર્ષણ
રાજકોટના અમીન માર્ગ પર ટ્રાફિક પોલીસ અને તબીબ વચ્ચે ઘર્ષણ થયું. નો પાર્કિંગમાં કાર રાખવા મુદ્દે ટ્રાફિક પોલીસ અને તબીબ વચ્ચે પહેલા શાબ્દિક ટપાટપી થઈ અને બાદમાં મામલો ઝપાઝપી સુધી પહોંચ્યો. શાબ્દિક બોલાચાલી અને ઝપાઝપીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટોઈંગવાનને જોતા જ કાર ચાલક તુરંત કારમાં બેસવા માટે દોડી ગયા. જોકે ટ્રાફિક પોલીસે નિયમ મુજબ કાર્યવાહી કરી અને કાર લોક કરતા જ બોલાચાલી થઈ. કાર ચાલકનો દાવો હતો કે કાર ચાલક અંદર હોવા છતાં ટોઈંગ કર્મચારી કેવી રીતે લોક કરી શકે. કાર ચાલક તબીબે ટોઈંગ કર્મચારીને રોકતા જ કોન્ટ્રાકટ કર્મચારીએ તબીબને ફડાકો પણ ઝીંકી દીધાનો આરોપ લાગ્યો છે. ટ્રાફિક પોલીસ પાસે ડિજિટલ પેમેન્ટની સુવિધા ન હોવાના કારણે અવાર-નવાર ટ્રાફિક પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના બનાવો બને છે. તો આજ સમયે મહિલા કોંગ્રેસ અગ્રણી નયનાબા જાડેજા ત્યાંથી પસાર થતા રોકાયા હતાં. આ સમયે મહિલા પોલીસ અને નયનાબા જાડેજા વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી.





















