Aravalli News: મોડાસા-શામળાજીના બિસ્માર હાઈવે મુદ્દે ક્લેક્ટરની કાર્યવાહી
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર જિલ્લાના નાગરિકોની સલામતી અને સ્વાસ્થ્ય અંગે સતત ખડેપગે કામગીરી કરે છે. લોકોની સુરક્ષા સાથેના કોઈ પણ ચેડા સામે સખત કાર્યવાહી કરવામાં પણ કટિબદ્ધતા જોવા મળે છે.
અરવલ્લીમાં મોડાસા-શામળાજીના બિસ્માર હાઈવે મુદ્દે ક્લેક્ટરની કાર્યવાહી. જીએસઆરડીસીના કાર્યપાલક ઇજનેરને કારણદર્શક નોટિસ ફટકારી. ખખડધજ બનેલા હાઈવેને સાત દિવસમાં રિપેર કરવા આદેશ કરાયો. બિસમાર હાઇવેને લઈ બાજુ આવેલી શાળા,હોસ્પિટલ અને રહેણાંક વિસ્તારમાં ધુર ઉડવાની ફરિયાદ આવી હતી. જેથી રોડ રીપેરીંગ કરવા વારંવાર મૌખિક અને લેખિતમાં સૂચના આપવામાં આવી હતી.જો કે કોઈ કામગીરી ન થતા સાત દિવસમાં કામગીરી પૂર્ણ કરી કલેકટર કચેરીમાં જાણ કરવા આદેશ કરાયો છે. સાથે જ આ બાબતે યોગ્ય ખુલાસો આપવામાં ન આવે તો આગામી સમયમાં ફોજદારી ગુનો નોંધાવવાનો પણ નોટીસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
















